Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીએ સાંસદોની લીધી ક્લાસ, બોલ્યા ફોન પર વાત ઓછી કામ વધુ કરો

Webdunia
બુધવાર, 10 ઑગસ્ટ 2016 (11:53 IST)
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે થયેલ સંસદીય દળની બેઠકમાં પોતાના સાંસદોની ક્લાસ લીધી. પીએમના આ બેઠકમાં સાંસદોને ફોન પર ઓછી વાત કરવાનુ કહ્યુ. પીમે સાંસદોને કહ્યુ કે તમે બધા ખૂબ કામ કરો છો. પણ એકવાર તમે મોબાઈલ ફોન પર દિવસભર જેટલી વાત કરો છો તેટલો ડેટા કાઢીને જુઓ.  પછી દિવસભરમાં ફોન પર વાત કરવામાં 25 ટકાની કપાત કરી દો. ત્યારબાદ તમે તમારા કામને સમયથી પુર્ણ કરી શકશો.  જેનાથી તમારી ઉર્જા બચશે અને તમે વધુથી વધુ લોકોને મળી શકશો. 
 
ત્યારબાદ પીએમ મોદીએ મીટિંગમાં પોતાના સાંસદોને કહ્યુ કે તમને સાંસદ બને અને સરકારને બને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સરકારે પોતાના બે વર્ષના કામની રિપોર્ટ જનતા સામે મુકી રાખી છે. પણ તમારામાંથી મોટાભાગના લોકો હજુ સુધી પોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ કામની સરકારની યોજનાથી તમારા ક્ષેત્રના લોકોને કેટલો લાભ મળ્યો છે, તેની રિપોર્ટ હજુ સુધી આપી નથી.  આ ચિંતાનો વિષય છે.  તેથી જલ્દીથી જલ્દી તમારી રિપોર્ટ ઓનલાઈન જમા કરાવો. 
 
પીએમએ અગાઉ પણ લીધી હતી ક્લાસ 
 
આ વર્ષે બજેટ સત્ર દરમિયાન પણ પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં કહ્યુ હતુ કે આ વાતનુ ધ્યાન સૌએ રાખવુ જોઈએ કે ફક્ત સરકાર નએ મારા સાંસદના રૂપમાં બે વર્ષ પુર્ણ નથી થઈ રહ્યા પણ તમારા પણ બે વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે કાર્યક્રમો દ્વારા આપણે લોકોની વચ્ચે જઈને સરકારની યોજનાઓ અને સરકારની સફળતાઓ વિશે જઈને બતાવીએ. સાથે જ આપણા બે વર્ષના કામની રિપોર્ટ તૈયાર કરો અને પાર્ટી ફોરમમા જમા કરાવો.  છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીએ બીજીવાર સાંસદોની ક્લાસ લીધી છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments