Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાંગ્લાદેશમાં હિંસા, શેખ હસીનાએ PM રહેઠાણ છોડ્યુ, દાવો - મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોચી, અત્યાર સુધી 300થી વધુના મોત

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2024 (14:58 IST)
Violence in Bangladesh, Sheikh Hasina leaves PM residence
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હવે સોમવારે વધુ ઝડપી થઈ ગયુ છે. હજારો પ્રદર્શનકારી પ્રધાનમંત્રી શેખ હસીનાના પીએમ  રહેઠાણ સુધી ઘુસી ચુક્યા છે. આ દરમિયાન પીએમ હસીના દ્વારા પ્રધાનમંત્રી રહેઠાણ છોડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
 
ન્યૂઝ એજંસી ના હવાલાથી બતાવાયુ છે કે પ્રધાનમંત્રી ઢાકા પેલેસને છોડીને કોઈ સુરક્ષિત સ્થાન પર શિફ્ટ થઈ ગઈ છે.  બીજી બાજુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ હસીના અને તેમની બહેન રેહાનાએ દેશ છોડી દીધો છે અને મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોચી ગઈ છે. 
 
બાંગ્લાદેશી છાપુ પ્રોથોમ અલો મુજબ અનેક સ્થાન પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ છે.  જેમાં 6થી વધુ લોકોના મોત થયા છે. દેખાવકારોએ તાંગેલ અને ઢાકામાં મહત્વના હાઈવે પર કબજો જમાવી લીધો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 4 લાખ લોકો હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.
 
આ પહેલા રવિવારે 98 લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ સપ્તાહમાં અહીં હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે.
 
આ દરમિયાન બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાન બપોરે 3 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પહેલા તેમણે બપોરે 1:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાની વાત કરી હતી. હાલ તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.
 
બાંગ્લાદેશમાં કરફ્યુ, 3500થી વધુ કપડાની ફેક્ટરીઓ બંધ
હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. આગામી આદેશ સુધી ટ્રેનોને 3 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. 3500 થી વધુ કાપડના કારખાનાઓને પણ તાળા મારી દેવામાં આવ્યા છે.
 
કોર્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધી દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે. આ માટે ચીફ જસ્ટિસ ઈમરજન્સી બેન્ચની રચના કરશે.
 
સોમવારે સવારે 11 વાગ્યે દેશમાં ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું હતું, પરંતુ 3 કલાક પછી ફરી શરૂ થઈ ગયું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

ગુજરાતી જોક્સ - મૂર્ખ વકીલ

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

ગુજરાતી જોક્સ - રાજકારણ શું છે

ગુજરાતી જોક્સ -બાળપણ

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

કાચી કેરીમાંથી થોક્કુ તૈયાર કરો, રોટલી સાથે ખાવાની મજા આવશે.

નાળિયેર બસંતી બરફી

લાલા લજપતરાય વિશે નિબંધ

આગળનો લેખ
Show comments