Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશનમાં ફાયરિંગ - 16 લોકો ઘાયલ, કેટલાક જીવતા બોમ્બ પણ મળ્યા, અશ્વેત હુમલાવર ફરાર

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (23:07 IST)
અમેરિકાના ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર મંગળવારે ફાયરિંગ થયું હતું. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. ત્રણની હાલત ગંભીર છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બ્રુકલિન સ્ટેશન પર આ ઘટના બાદ જ્યારે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે કેટલાક વિસ્ફોટ વિનાના બોમ્બ પણ મળી આવ્યા હતા.
<

#Viral_video
Massive Firing at Newyork subway station
13 people Shot, more details awaited pic.twitter.com/ztrWP8Jpql

— Mir Arshid (میر ارشد ) (@MirArshidHussa5) April 12, 2022 >
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વ્યક્તિએ કન્સ્ટ્રક્શન વર્કર જેવો પોશાક પહેર્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તે વ્યક્તિ કેટલાક નાના બોમ્બ લઈને સ્ટેશનમાં પ્રવેશ્યો હતો. તેના હાથમાં બંદૂક પણ હતી. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરની શોધ ચાલી રહી છે. સીએનએન અનુસાર, 16 ઘાયલોમાંથી 8ને ગોળી વાગી છે. બાકીના લોકો નાસભાગ કે બોમ્બના કારણે ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કના ઉપનગરીય વિસ્તાર બ્રુકલિનમાં લોકો રાબેતા મુજબ સ્થાનિક સબવે સ્ટેશન પર પહોંચી રહ્યા હતા. અહીંથી આ લોકો શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં પહોંચે છે. આ માટે મેટ્રો સ્ટેશન પર ટ્યુબ એરિયા છે. મેટ્રો ટ્રેન અહીંથી ત્રણ અલગ-અલગ રૂટ પર દોડે છે. સવારે લગભગ 8.30 વાગ્યે (અમેરિકાના સમય અનુસાર) અચાનક વિસ્ફોટ થયો અને થોડીવાર પછી ગોળીબારનો અવાજ આવ્યો. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી.
 
કંસ્ટ્રક્શન વર્કર્સની ડ્રેસમાં જોવા મળ્યો આરોપી 
 
કેટલાક પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે એક માણસ બાંધકામ કામદારોના ડ્રેસમાં દેખાયો (જે મેટ્રો સ્ટેશન પર મેંટેનેંસનુ  કામ કરે છે). તેણે ટ્રેન પાસે બેગ ફેંકી. તેના હાથમાં બંદૂક પણ હતી. થોડીવાર પછી ધુમાડો ઓછો થયો અને ઘણા લોકો પ્લેટફોર્મ પર પડતા જોવા મળ્યા. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું.
 
ટ્રેન સર્વિસ બંધ
ઘટના બાદ તરત જ આ સ્ટેશન પરથી તમામ ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યાં ટ્રેન હતી, ત્યાં તેને રોકી દેવામાં આવી હતી. ન્યુયોર્ક પોલીસની કમાન્ડો ટીમે સ્ટેશનનો કબજો સંભાળી લીધો. એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું- પહેલા અમે બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ સાંભળ્યો. જે બાદ ફાયરિંગ શરૂ થયું હતું. લોકોએ ત્યાં છુપાઈને શોધખોળ કરી, પરંતુ ઘણા લોકો ગોળીબારની ઝપેટમાં આવી ગયા.
 
પ્રત્યક્ષદર્શીએ આગળ કહ્યું- અમે એક કાળા હુમલાખોરને જોયો. તેની ઉંચાઈ લગભગ 5 ફૂટ 5 ઈંચ હોવી જોઈએ. તેણે નારંગી રંગનો જમ્પ સૂટ પહેર્યો હતો. તેણે ચહેરા પર ગેસ માસ્ક પણ પહેર્યો હતો. તેની પીઠ પર સિલિન્ડર પણ હતું. અમને ખબર નથી કે તેમાં શું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments