Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 ઘરેલુ ઉપાયોથી પીળા દાંત મોતી જેવા ચમકાવો

Webdunia
બુધવાર, 1 જૂન 2016 (12:45 IST)
ખડખડાટ હાસ્ય માટે મોતી જેવા સફેદ દાંતની  જરૂર પડે છે. આ ફક્ત આપણને  જમવામાં જ મદદરૂપ નથી હોતા પણ તેનાથી આપણી પર્સનાલિટીને પણ નવી ઓળખ મળે છે. તમે જોયુ હશે કે  અનેક લોકોના દાંત પીળા હોય છે જેના અનેક કારણો હોય છે. પાણીમાં રહેલ કેમિકલ્સ, તંબાકૂ અને કલર્ડ ફૂડ્સના વધુ ઉપયોગથી દાંતમાં પીળાશ આવી જાય છે. તેને ચમકાવવા માટે બજારમાં તમને ઢગલો પ્રોડક્ટ્સ મળી જશે. પણ તેમા રહેલ કેમિકલ્સથી મસૂઢોને નુકશાન પહોંચે છે. તેને મજબૂતી અને સફેદી આપવા માટે લોકો અનેક પ્રકારની ટૂથપેસ્ટ અને મંજનનો ઉપયોગ કરે છે જે મસૂઢોને નુકશન પહોંચાડે છે. 
 
આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છે જે દાંતોની પીળાશને દૂર કરવા સાથે જ તેને મજબૂત પણ બનાવશે. 
 
- ખોટા ખાન-પાનને કારણે પણ દાંતમાં પીળાશ આવે છે. ફાસ્ટ ફૂડ, ગળી વસ્તુઓ આપણા દાંત પર ચોંટી જાય છે જે દાંતને પીળા બનાવે છે. સૌ પહેલા તો આપણે ખાવા પીવા પર ધ્યાન આપવુ જોઈએ. એવા ફળ અને શાકભાજીને ખાવ જેને ચાવવા પડે. 
 
- દૂધથી બનેલ ઉત્પાદોનુ સેવન વધુ કરો. કારણ કે તેમા કેલ્શિયમ હોય છે જે દાંત માટે ખૂબ જરૂરી છે. ચા કોફીનુ સેવન લિમિટેડ માત્રામાં જ કરો. 
 
- ધૂમ્રપાન તંબાકૂથી દૂર રહો. 
 
- સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ રહેલુ હોય છે. જે એક નેચરલ વ્હાઈટનિંગ એજંટ છે જે સ્લાઈવાના પ્રોડક્શનને વધારીને દાંતને સફેદ બનાવે છે. એક સ્ટ્રોબેરીને મેશ કરી લો અને ટૂથબ્રશની મદદથી દાંત પર હળવે હાથે રગડો અને 5 મિનિટ પછી ધોઈ લો. આવુ અઠવાડિયામાં એક વાર જરૂર કરો. 
 
- તુલસી મોઢુ અને દાંતના રોગથી આપણને બચાવે છે. તેના પાનને તાપમાં સુકાવીને પાવડર બનાવી લો પછી ટૂથપેસ્ટમાં મિક્સ કરીને રોજ બ્રશ કરો. પીળાશ આપમેળે જ દૂર થઈ જશે. 
 
- મીઠામાં સોડિયમ અને ક્લોરાઈડ બંનેનુ મિશ્રણ હોય છે. જે દાંતની પીળાશને ઓછી કરવામાં મદદ કરે છે. પણ તેના વધુ ઉપયોગથી દાંતના ઈનેમલને નુકશાન પહોંચી શકે છે. આમ તો મીઠુ અને સરસવના તેલથી દાંત ચમકવવાના નુસ્ખા ખૂબ જૂના છે. બસ ચપટીભર મીઠામાં 2-3 ટીપા તેલના મિક્સ કરીને દાંત સાફ કરો. તેનાથી મસૂઢાને નુકશાન પણ નહી થાય. 
 
- લીમડામાં દાંત સફેદ બનાવાઅ અને બેક્ટેરિયા ખતમ કરવાના અનોખા ગુણ જોવા મળે છે. રોજ લીમડાના દાતણથી દાંત સાફ કરો. 
 
- એક લીંબૂનો રસ કાઢીને તેમા સમાન માત્રામાં જ પાણી મિક્સ કરો. ખાધા પછી આ પાણીથી કોગળા કરો. રોજ આવુ કરવાથી દાંતની પીળાશ અને શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. 
 
- સંતરાના છાલટા અને તુલસીના પાનને સુકાવીને પાવડર બનાવી લો. બ્રશ કર્યા પછી આ પાવડરથી દાંત પર હળવેથી રોજ મસાજ કરો. 
 
- નારિયળ, તલ કે જૈતૂનનુ તેલથી દાંત સાફ કરવા આયુર્વૈદિક પદ્ધતિ છે. એક ચમચીમાં નારિયળ તેલ લઈને તેન મોઢા અને દાંતમાં લગાવો. 
 
- બેકિંગ સોડા પીળા દાંતને સફેદ બનાવવાની સૌથી સારી ઘરેલુ રીત છે. એક ચમચીમાં નારિયળ તેલ લઈને તેને મોઢા અને દાંતમાં લગવો. 
 
- એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબૂ નિચોડો અને તેમા આખી રાત દાતણ મુકી દો. સવારે આ જ દાંતણનો ઉપયોગ કરો. તેનાથી દાંતની પીળાશ ખતમ થઈ જશે. જો તમે રોજ દાંતણ નથી કરી શકતા તો અઠવાડિયામાં એક દિવસ જરૂર દાંતણ કરો. તેનાથી દાંત અને મસૂઢા સ્વસ્થ અને મજબૂત પણ થાય છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments