Webdunia - Bharat's app for daily news and videos

Install App

H3N2 વાયરસથી ડરશો નહીં, શરદી અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય કે તરત જ ગરમ પાણીથી કરો કોગળા

Webdunia
સોમવાર, 20 માર્ચ 2023 (09:19 IST)
ગરમ પાણીથી ગાર્ગલ કરવાના ફાયદા: ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (Influenza A) ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે કેન્દ્રએ શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સતર્ક રહેવા અને સક્રિય પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. આ કારણે યુપી, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં રાજ્ય સરકારોમાં પણ ઘણી માર્ગદર્શિકા આપવામાં આવી છે. પરંતુ, એ નોંધનીય છે કે ઈન્ફલ્યુએન્ઝા (Influenza) વાયરસના લક્ષણોની શરૂઆત ગળા, ફેફસાં દ્વારા ઉધરસ, શરદી અને તાવનું સ્વરૂપ લે છે. મોટાભાગના લોકોને સૂકી ઉધરસની સમસ્યા હોય છે. આ સાથે તાવમાંથી સાજા થયા પછી પણ સૂકી ઉધરસ રહે છે. આ સ્થિતિમાં, ગરમ પાણીથી કોગળા કરવાથી ફાયદો થઈ શકે છે. કેવી રીતે આવો જાણીએ ...

H3N2 વાયરસમાં ગરમ પાણીથી ગાર્ગલ કરવાના ફાયદા - Warm water gargle benefits in H3N2 Virus 
 
1. ગળાની ખરાશ દુર થાય છે
ગળામાં દુખાવો અને સોજો ઓછો કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે. તે ગળા અને અનુનાસિક માર્ગોમાં હાનિકારક બેક્ટેરિયાના સંચયને ઘટાડવામાં પણ મદદરૂપ છે, જેનાથી ગળામાં દુખાવો ઓછો થાય છે.
 
2. કફ ઘટાડે છે
કફની સમસ્યામાં ગરમ ​​પાણીથી કોગળા કરવાથી ઘણી રીતે ફાયદો થાય છે. ખરેખર, H3N2 વાયરસના લક્ષણો કફ સાથે ઉધરસ છે. આ કિસ્સામાં, ગરમ પાણીથી કોગળા કરવાથી કફને છૂટો કરવામાં, ભીડ ઘટાડવામાં અને ઉધરસ ઘટાડવામાં મદદ મળે છે.
 
3. ટોન્સિલ અને છાતીનો સેક થાય છે  
 ટોન્સિલ અઅને છાતીનો સેક કરવાથી ઉધરસ અને શરદીની સમસ્યાને ઓછી કરી શકાય છે. ગરમ પાણી છાતીનો સેક કરવાની સાથે જ વધી રહેલા ટોન્સિલનાં સોજામાં રાહત આપે છે. તમે તેનાથી સારું ફિલ કરી શકશો.  
 
4. સૂકી ઉધરસ મટાડવામાં મદદરૂપ
સૂકી ઉધરસને મટાડવા  હુંફાળા પાણીથી કોગળા કરવું ખૂબ જ ફાયદાકારક છે. તે ગળાની ખીચખીચ ઘટાડે છે અને વારેઘદિએ આવતી સૂકી ઉધરસને   ઘટાડે છે. ઉપરાંત, તમે થોડા સમય માટે રાહત અનુભવી શકો છો. તેથી જ્યારે પણ ગરમ પાણીથી ગાર્ગલ કરો અને તેમાં થોડું મીઠું ઉમેરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

માત્ર ટુવાલમાં લપેટીને મહાકુંભમાં ન્હાવા લાગી યુવતી, વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા આ ગોવા નથી

આગળનો લેખ
Show comments