Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા હાથ પગ વારેઘડીએ સુન્ન થઈ જતા હોય તો અપનાવો આ 7 ટિપ્સ

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (17:48 IST)
હાથ અને પગ સુન્ન થઈ જવુ આજકાલ એક સામાન્ય સમસ્યા છે.  આ સમસ્યામાં વધુ સમય સુધી હલન ચલન કર્યા વગર એક જ અવસ્થામાં બેસી રહેવાથી હાથ પગની કેટલીક નસો દબાય જાય છે. જેનાથી એ નસોને ઓક્સીજન નથી મળી શકતો અને તે સુન્ન થઈ જાય છે.   આ પરેશાની ઉભી થવાના અનેક કારણો હોઈ શકે છે. અનેકવાર શરીરમાં પોષક તત્વોની કમીને કારણે હાથ પગ સુન્ન પડી જાય છે અને અનેકવાર થાક, સ્મોકિંગ, વધુ પડતી દારૂનું સેવન કે ડાયાબીટિસ હોય તો પણ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  આજે અમે તમને કેટલક આવા જ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે આ પરેશાનીથી મુક્ત થઈ શકો છો. ଒
 
 
1. કુણા પાણીમાં પગ પલાળો - જો તમારા હાથ કે પગ સુન્ન થઈ ગયા છે તો તમે એક વાસણમાં કુણું પાણી લો અને તેમા સેંધાલૂણ નાખો. પછી તેમા સુન્ન થયેલ અંગ લગભગ 10 મિનિટ માટે રાખી મુકો.  આવુ કરવાથી ખૂબ આરામ મળશે. 
 
2. તજનો  પ્રયોગ કરો - તજમાં ખૂબ માત્રામાં ન્યૂટ્રિએંટ્સ રહેલા હોય છે.  જે હાથ અને પગમાં બ્લડ ફ્લો વધારે છે. એક શોધ મુજબ રોજ 2-4 ગ્રામ તજ પાવડરને લેવાથી બ્લડ સર્કુલેશન વધે છે.  આ માટે 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને સવારે થોડા દિવસ સુધી સેવન કરો. 
 
3. શારીરિક કસરત કરો - શારીરિક કસરત કરવાથી તમારા શરીરની નસોને ભરપૂર પ્રમાણમાં ઓક્સીઝન મળે છે. અંગોનુ વારેઘડીએ સુન્ન પડી જવાની સમસ્યા ખતમ થઈ જાય છે. 
 
4. મસાજ કરો - હાથ પગના સુન્ન પડી જતા જૈતૂન કે પછે સરસવના તેલને થોડુ ગરમ કરી તેનાથી હાથ પગની માલિશ કરો. તેનાથી નસો ખુલે છે અને બ્લડ સર્કુલેશન વધે છે અને શરીર ઠીક થઈ જાય છે. 
 
5. હળદર અને દૂધ - હળદર એંટીબેક્ટેરિયરલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારવાનુ કામ કરે છે.  જ્યારે તમારા હાથ કે પગ સુન્ન પડી જાય તો તમે હળદરવાળા દૂધમાં મધ નાખીને પી શકો છો. 
 
6. ગરમ પાણીથી સેકો - તમે આ અવસ્થામાં ગરમ પાણીની બોટલથી સુન્ન પડેલા ભાગની સારી રીતે સેકાય કરો. તેનાથી તમને ખૂબ આરામ મળે છે. 
 
7. મેગ્નેશિયમનુ સેવન જરૂર કરો - લીલા શાકભાજી, મેવા, ઓટમીલ, પીનટ બટર, અવાકાંડો, કેળા, ડાર્ક ચોકલેટ અને લો ફૈટ દહીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.  તેનુ સેવન કરવાથી પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments