Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ સાયકલ દિવસ 3 - સાયકલ ચલાવવાના ફાયદા

Webdunia
શનિવાર, 3 જૂન 2023 (10:38 IST)
જીંદા જીવમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવાય રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એસમજાવવાનુ છે કે સાઈકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ(Environment) અને અર્થવ્યવસ્થા(Economy)માટે પણ અનુકૂળ છે. સંયુક્ત રાષ્ટ્ર
(United Nations) મહાસભાએ 3 જૂનના રોજ આ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી. સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018ના રોજ ઉજવાયો હતો, આવો જાણીએ તેના વિશે...
 
આ રીતે થઈ શરૂઆત
સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3
જૂન 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઉજવાયો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, રાજનાયકો, એથલીટો, સાઈકલિંગ સમુદાયના હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ અવસર પર સાયકલ ચલાવતા લોકોને સેવા આપવાની ઘણી રીતો પણ શેર કરવામાં આવી હતી. આ સાથે જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના આરોગ્ય માટેના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા. આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં ચોથો વિશ્વ સાયકલ દિવસની ઉજવવામાં આવી રહ્યો છે.
 
સાયકલનુ મહત્વ
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાયકલ ડેનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ
આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ બાળકો અને યુવાનો માટે શિક્ષણને મજબૂત કરવા, આરોગ્ય જાળવવા, રોગોને રોકવા, સામાજિક સમાવેશ અને સુવિધા આપવા માટે સાયકલના ઉપયોગને સમજવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનુ પણ છે. એવુ કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીક જ ક્યા જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે
 
આ છે સાયકલ ચલાવવાના ફાયદા
 
- સાયકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
- આ એક સારી કસરત છે.
- આ હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે
- શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે
- સાયકલ ચલાવઆથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે
- સાયકલ
તનાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે
- સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ સરળતાથી બાળી શકાય છે
- સ્વાસ્થ્યની સાથે સાથે સાઈકલ તમારા પૈસા બચાવવાનુ પણ કામ કરે છે.
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments