Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી U20 સાયકલની શરૂઆતની બેઠકનું આયોજન

અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી U20 સાયકલની શરૂઆતની બેઠકનું આયોજન
, શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (10:50 IST)
અર્બન (શહેરી) 20 (U20), જી20 હેઠળનું એક એન્ગેજમેન્ટ ગ્રૂપ છે, જે જી20 દેશોનાં શહેરોના શેરપા, મેયર અને પ્રતિનિધિઓને મુખ્ય શહેરી પડકારો પર સામૂહિક રીતે વિચાર-વિમર્શ કરવા એકસાથે લાવે છે અને જી20 વાટાઘાટોને માહિતગાર કરે છે. છઠ્ઠી U20 સાયકલની ઇન્સેપ્શન મીટિંગ- પ્રારંભિક બેઠક સિટી શેરપા બેઠક છે, જે અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ ચાલી રહી છે. અમદાવાદ એ U20 માટેનું પ્રમુખ શહેર- ચેર સિટી છે. 
 
આ કાર્યક્રમમાં આશરે 40 શહેરોના 70થી વધુ પ્રતિનિધિઓ અને સહભાગી તેમજ નિરીક્ષક શહેરોના 200થી વધુ પ્રતિનિધિઓ, યુ20 કન્વીનરો, વિવિધ કાર્યકારી જૂથોના પ્રતિનિધિઓ અને જી-20નાં જોડાણ જૂથો, સરકારી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે.
 
આ કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવો અને સહભાગીઓએ તુર્કી અને સીરિયાના લોકો સાથે એકતામાં કેટલીક ક્ષણોનું મૌન પાળ્યું હતું અને તાજેતરની આપત્તિથી અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડિજિટલ ઇન્ડિયાને મળેલી સફળતાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, અમારો સંકલ્પ છે કે, ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત' બને”