Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ વેધર સ્ટેશન શરુ કરાશે, વિદ્યાર્થીઓ PHD કરી શકશે

Weather
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (17:27 IST)
ગુજરાતમાં પણ હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યા બની છે. ગુજરાતના 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો આવેલો છે. જ્યાં છેલ્લા કેટલાય વર્ષથી વાવાઝોડાની આફત આવી રહી છે. ત્યારે દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ વેધર સ્ટેશન શરુ કરવાનું આયોજન કર્યું છે.વેધર સ્ટેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકશે. આ ઉપરાંત ઘણા એવા વિષયો છે જેને હજુ સુધી ધ્યાને લેવાયા નથી. જેવા કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલું ઓઝોન લેયર, ક્લાયમેટ ચેન્જ, વધતુ ટેમ્પરેચર, આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વરસાદની સિઝનમાં જે બદલાવ જોવા મળ્યો છે તે આ તમામ વિષયો પર અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને તક મળશે.ક્લાયમેટ ચેન્જનો આમ જનતા પર જે પ્રભાવ પડી રહ્યોં છે તે પણ એક રીસર્ચનો વિષય બની રહેવાનો છે. આ વેધર સ્ટેશન બનવાથી અન્ય એક ફાયદો એ પણ થશે કે અમદાવાદ આસપાસના વિસ્તારોનું ફોરકાસ્ટ પણ જાણવા મળશે.

જોકે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પણ વેધર સ્ટેશન સ્થાપિત થઈ શકશે, જેનાથી ગુજરાતના અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે.સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના સહયોગથી આ વેધર સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે બનવાથી ગુજરાતના વાતાવરણ, હ્યુમીડીટી સહિતના વિવિધ પેરામીટર્સનો અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ અને રિસર્ચ ગુજરાત સરકાર અને ભારત સરકારને આપવામાં આવશે. જેથી કરીને કોઈ પણ આફત આવવાની છે તો તે સંદર્ભે ગુજરાત સરકાર અને ભારત સરકાર આગોતરુ આયોજન કરી શકે. આ વેધર સ્ટેશનના કારણે આગામી દિવસોમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય મોટા શહેરોના ફોરકાસ્ટ અંગેની વિગતો પણ બહાર પાડી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના યુવકને વિદેશ જવાની લાલચ ભારે પડી, ગઠિયાએ કેનેડામાં નોકરીની લાલચ આપી 4.95 લાખ ઉઠાવ્યા