Dharma Sangrah

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

Webdunia
સોમવાર, 15 ડિસેમ્બર 2025 (12:43 IST)
Ozempic India launch
ડેનમાર્કની મુખ્ય ફાર્મા કંપની Novo Nordisk એ શુક્રવારે ભારતમાં પોતાની લોકપ્રિય દવા ઓજેમ્પિક (સેમાગ્લૂટાઈડ ઈંજેક્શન) લૉંચ કરવામાં આવી છે. આ દવા મુખ્ય રૂપથી ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે છે. પણ વિશ્વ સ્તર પર તેનુ વજન ઘટાડવાના લાભોને કારણે આ ખૂબ ફેમસ થઈ ચુકી છે.  
 
Ozempic  હવે ભારતમાં 0.25 mg, 0.50 mg અને 1 mg ની ડોઝમાં ફ્લેક્સટચ પેન ના રૂપમાં ઉપલબ્ધ છે. આ એક સહેલા ઉપયોગવાળી પેન ડિવાઈસ છે જેને અઠવાડિયામાં ફક્ત એકવાર ઉપયોગ કરવાની હોય છે.  શરૂઆતનો ડોઝ  (0.25 mg)ની કિમંત દર અઠવાડિયે લગભગ રૂ. 2,200 રાખવામાં આવી છે. કંપનીના મુજબ આ દવા ખોરાક અને વ્યાયામ સાથે અનિયંત્રિત રૂપે ટાઈપ 2 ડાયાબિટીસવાળા વયસ્કો માટે નક્કી કરવામાં આવે  છે.  

કેટલા ડોઝ અને કેટલી કિમંત ?
કંપનીએ જણાવ્યુ કે દવા ત્રણ પ્રકારના ડોઝમાં મળશે 
 
 
0.25 mg- 8800 રૂપિયા 
0.5 mg- 10,170 રૂપિયા
1 mg- 11,175 રૂપિયા
 
દરેક પેનમાં ચાર અઠવાડિયા એટલે ચાર ઈંજેક્શન હોય છે. આ પેન “Novofine Needles” ની સાથે આવે છે, જેને કારણે ઈંજેક્શન આપતા દુખાવો થતો નથી 
 
"ઓઝેમ્પિક સાથે, અમારું લક્ષ્ય ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને એક નવીન અને સુલભ સારવાર પૂરી પાડવાનું છે. આ દવા નોંધપાત્ર વજન વ્યવસ્થાપન, લાંબા ગાળાના હૃદય અને કિડની રક્ષણ, તેમજ સુધારેલ ગ્લાયકેમિક નિયંત્રણ પ્રદાન કરે છે," નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયએ જણાવ્યું. તેમણે ભાર મૂક્યો કે ઓઝેમ્પિકનું વેચાણ ભારતમાં ફક્ત ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર તરીકે થઈ રહ્યું છે.
 
શ્રોત્રિયે કિંમત અંગે બોલતા, જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં તેના ઉત્પાદનની સમજી વિચારીને  કિંમત નક્કી કરી છે, જે વૈશ્વિક બજારોની તુલનામાં ખૂબ સ્પર્ધાત્મક છે. ઉચ્ચ માત્રામાં વજન ઘટાડવાની દવા (2.4 мг સેમાગ્લુટાઇડ) વેગોવી ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ તેનું વિતરણ એમક્યુર ફાર્મા સાથે ભાગીદારીમાં કરવામાં આવે છે. ભારતમાં વધતા ડાયાબિટીસની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ લોન્ચિંગ મહત્વપૂર્ણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના અંદાજ મુજબ, ભારતમાં આશરે 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જે ચીન પછી દુનિયામાં બીજી સૌથી મોટી સંખ્યા છે.  વધુમાં, 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ અને 25.4 કરોડ લોકો સામાન્ય જાડાપણાનો સામનો કરી રહ્યા છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments