Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદની ઋતુમાં આ જ્યુસ પીવાથી વધશે ઈમ્યુનિટી, બીમારીઓ રહેશે દૂર

Webdunia
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (08:51 IST)
Monsoon Immuniy Booster Juice: શિયાળાના દિવસોમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.  જેમા વાયરલ તાવથી લઈને ત્વચાની એલર્જી સુધીનો સમાવેશ છે.  આ ઉપરાંત કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના ભયાનક સ્વરૂપ પછી, લોકોમાં તેનો ભય વધ્યો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાની ઈમ્યૂન સિસ્ટમ (Immune System)ને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ડોકટરનુ માનીએ તો ઈમ્યૂન સિસ્ટમના સ્ટ્રોંગ થવાથી કોઈપણ પ્રકારના વાયરલ ઈંફેક્શન (Viral Infection)થી બચવુ આસાન હોય છે. આ આખી બોડીનુ એક એવુ કાર્ય છે જે જો નબળુ પડી જાય તો લોકો અનેક પ્રકારની બીમારીઓના ચપેટમાં આવી શકે છે. 
 
ઘણીવાર ઘણા લોકો શરદી, ઉધરસ અને શરદીથી આખું વર્ષ પીડાય છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે અને આ જ કારણ છે કે તેઓ આ રોગોથી પીડાય છે. આનું એકમાત્ર કારણ એ છે કે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે.  ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાકની જરૂર છે. આ ઉપરાંત કેટલાક આયુર્વેદિક મસાલા અને પીણાં પણ તેને મજબૂત બનાવે છે. આવો અમે તમને આવા જ એક ખાસ રસ વિશે જણાવીએ, જે પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તમે દરરોજ તેનું સેવન કરી શકો છો. તમને આનાથી સકારાત્મક લાભ પણ મળશે અને તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ દૂર રહી શકશો. આ સાથે, તમે વરસાદના દિવસોથી થતા રોગોથી પણ બચશો.
 
ટામેટાનુ જ્યુસ 
 
ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવનારુ આ ડ્રિંકને ટોમેટો જૂસ કે ટામેટા જ્યુસ કહે છે.  ટામેટામાં વિટામિન સીનું પ્રમાણ ઘણું વધારે છે. તે શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તેની એન્ટીઓકિસડન્ટ પ્રવૃત્તિને કારણે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ સક્રિય રીતે કામ કરી શકે છે. એટલું જ નહીં, કાચા ટમેટા અથવા તેના રસનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ પીણું કેવી રીતે તૈયાર કરવું.
 
સામગ્રી
1 કપ પાણી
1 ચપટી મીઠું
2 ટામેટાં
 
બનાવવાની વિધિ - સૌ પ્રથમ, ટામેટાંને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો. હવે તેને નાના ટુકડાઓમાં કાપો અને જ્યુસર જારમાં મૂકો. હવે જ્યુસરના જારમાં એક કપ પાણી નાખો અને તેને 4-5 મિનિટ સુધી ચલાવી લો જેથી રસ સારી રીતે બને. આ પછી પછી તેને ગ્લાસમાં કાઢીને મીટુ નાખો. હવે તમે સેવન કરી શકો છો.

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments