કોરોનાકાળ દરમિયાન લોકોને ખુદને સંક્રમણથી દૂર રાખવા માટે ઓનલાઈન શોપિંગની મદદ લઈ રહ્યા છે. વાત ભલે કરિયાણાના સામાનની હોય કે પછી ખુદને માટે શોપિંગની હોય. લોકોના સંપર્કથી બચવા માટે હોમ ડિલીવરીનો વિકલ્પ લોકોની પહેલી પસંદ બની રહ્યો છે. છતા પણ તમે જાણો છો કે થોડીક બેદર કારી તમને સંક્રમિત કરી શકે છે. આવામાં જ્યારે પણ તમે કોઈ સામાન ઓનલાઈન ઓર્ડર કરો તો ખુદને સુરક્ષિત રાખવા માટે તેની ડિલીવરી લેતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વાતો.
કૉન્ટેક્ટ ફ્રી ડિલીવરી - કોરોના સંક્રમણથી દૂર રહેવા માટે કોશિશ કરો કે તમે વધુથી વધુ કૉન્ટેક્ટ ફ્રી ડિલીવરીનો ઉપયોગ કરો. આ માટે પહેલાથી જ આ ખાતરી કરી લો કે ડિલીવરી બોય ફોન કરીને તમારા દરવાજા પર પેકેટ છોડી દે, જેને તમે થોડીવારમાં જઈને ઉઠાવો. આ ઉપરાંત ઓર્ડર કરતી વખતે ઓનલાઈન પેમેંટનો વિકલ્પ પસંદ કરો.
સફાઈ અને સેફ્ટી જરૂરી - ડબલ્યુએચઓના દિશા-નિર્દેશ મુજબ ઓર્ડર રિસીવ કર્યા પછી તમારા હાથને સાબુ કે હૈડવોશ દ્વારા સારી રીતે જરૂર ધુવો. પેકેટને પણ સારી રીતે સૈનિટાઈઝરથી સાફ કરો. આ વાતનુ ધ્યાન રાખો કે પેકેટ પકડ્યા પછી તમારા હાથ વડે નાક, મોઢુ અને આંખને ન અડો.
ઓર્ડરના પૈકેજિંગને ફેંકી દો - ઓર્ડર રિસીવ કરતા જ કવરને તરત જ ઢાંકણવાળા ડસ્ટબિનમાં ફેંકી દો. કોરોના પર થયેલ અનેક શોધમાં પહેલાથી જ આ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે કોરોનાનો વાયરસ કાગળ અને પ્લાસ્ટિક સહિત વિવિધ સપાટી પર લાંબા સમય સુધી જીવંત રહી શકે છે. આવામાં ઓર્ડર રિસીવ કરતા જ પેકેટને ફેંકીને તમારા હાથને સારી રીતે સૈનિટાઈઝ જરૂર કરો.