rashifal-2026

Monsoon Food- દહીંથી દૂરી -પાલકથી પરેજ વરસાદના મૌસમમાં બીમાર કરશે ખાવાની આ 8 વસ્તુઓ

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (16:05 IST)
વરસાદના મૌસમ જેટલું રોમાંટિક હોય છે તેમાં રોગો વધવાનો ખતરો પણ તેટલુ જ વધારે હોય છે .આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી જાય છે. ડાક્ટર્સ કહે છે કે વરસાદના મૌસમમાં દરેક વય્ક્તિને તેમના ખાન-પાનનો ખાસ કાળજી રાખવી જોઈએ. વરસાદના મૌસમમાં ખાવાની કેટલીક વસ્તુઓથી પરહેજ કરવો જોઈએ. 
 
લીલી શાકભાજી 
વરસાદમાં મેથી, બથુઆ, રીંગણા, ફુલાવર જેવી શાકભાજી ખાવાથી પરેજ કરવો જોઈએ. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ માનીએ તો વરસાદમાં બેકટીરિયા અને ફંગસ ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. લીલી પાંદળાવાળા શાકભાજીના વચ્ચે કીડા લાગી જાય છે તેનો સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેથી આ મૌસમમાં આ શાકભાજીથી પરહેજ કરવું. 
 
સ્ટ્રીટ ફૂડ 
માનસૂનનો મોસમ ઘણા રોગોના ડર હોય છે. તેમાં ડેંગૂ અને વાયરલ જેવા રોગો તીવ્રતાથી લોકોની ચપેટમાં લે છે ડાક્ટર્સ મુજબ વરસાદના મૌસમમાં ક્યારે પણ ખુલ્લા ફળ કે કોઈ બીજા ખાવાની વસ્તુઓ આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. તેથી અમે બહારથી મળતા સ્ટ્રીટ ફૂડથી પણ બચવું જોઈએ. 
 
તળેલુ ખાવાથી બચવું 
વરસાદના મૌસમમાં તળેલો ખાવાથી બચવું. આ  પ્રકારના ભોજન શરીરમાં પ્રવેશ કરી પિત્ત વધારે છે. બીજુ આ મૌસમમાં લોકોનો ડાયજેશન પણ ધીમો થઈ જાય છે તેથી ભજીયા, સમોસા કે તળેલી વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ જે ડાયરિયા અને ઈનડાયજેશનની મુશ્કેલીઓ વધારી શકે છે. 
 
ડેયરી પ્રોડક્ટસ 
વરસાદના મૌસમમાં દહીં જેવા ડેયરી પ્રોડક્ટસનો નિયમિત ઉપયોગ કરવાથી બચવું જોઈએ. વરસાદમાં ખાવા-પીવાની વસ્તુઓમાં બેકટીરિયા હોઈ શકે છે. જે માનસૂનમાં ખૂબ વધી જાય છે. તેને ખાવાથી તમને પેટથી સંકળાયેલી તકલીફ થઈ શકે ચે. દહીંમાં પણ બેકટીરિયા હોય છે તેથી વરસાદમાં સેવન ઓછુ કરવુ જોઈએ. 
 
માછલી 
માનસૂનમાં માછલી કે પછી બીજા સમુદ્રી જીવો માટે પ્રજનનનો સમય હોય છે. આ કારણે આ મૌસમમાં માછલી ખાવાથી ફૂડ પ્વાઈજનિંગનો ખતરો વધી શકે છે. તે સિવાય વરસાદના મૌસમમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓના ઉપર ગંદગી એકત્ર થઈ જાય છે. તેથી આ માછલીઓનો સેવન કરવાથી આરોગ્યને નુકશાન થઈ શકે છે. 
 
મશરૂમ 
ડાક્ટર્સ જણાવે છે કે વરસાદના મૌસમમં મશરૂમના સેવનથી પણ પરહેજ કરવો જોઈએ. સીધા દ્જરતી પર ઉગતી મશરૂમમાં ઈંફેક્શન થવાનો ખતરો વધારે રહે છે. 
 
કાચુ સલાદ 
તમને સાંભળીને હેરાની થઈ રહી હશે કે આરોગ્ય માટે ફાયદાકારી કહેવાતી સલાદને પણ આ મૌસમમાં શા માટે નહી ખાવુ જોઈએ. સલાદ જ નહી પણ વરસાદના મૌસમમાં કોઈ પણ વસ્તુ કાચી ખાવાથી બચવું. તે સિવાય કાપીને રાખેલા ફળ અને શાકભાજીનો પણ સેવન ન કરવું કારણકે તેમાં કીટક થવાનો ખતરો રહે છે. 
 
વધારે નૉનવેજ 
વરસાદના મૌસમમાં અમારી પાચન ક્રિયા  નબળી થઈ જાય છે. તેથી વધારે ભારે ભોજન પચાવવામાં મુશ્કેલી હોય છે તેથે આ મૌસમમાં નૉનવેજ ખાવાથી બચવું.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ધૂળેટીના પર્વે ગુજરાતમાં ઈમરજન્સી કેસોમાં 16% નો વધારો

IND vs ENG મેચ પહેલા ટેન્શનમાં ટીમ ઈન્ડિયા ? ખરાબ ફિલ્ડીંગ પર શું બોલ્યા કોચ જાણો

NZ vs SA: ફીન એલનની તોફાની બેટિંગમાં ઉડ્યું સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડએ બીજીવાર કર્યો ફાઈનલમાં પ્રવેશ

IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!

SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

વધુ જુઓ..

ધર્મ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

આગળનો લેખ
Show comments