Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરીના ઠળિયાનો આ રીતે કરવુ ઉપયોગ આ રોગોને ઓછું કરવામાં છે મદદગાર

કેરીના ઠળિયાનો આ રીતે કરવુ ઉપયોગ આ રોગોને ઓછું કરવામાં છે મદદગાર
, મંગળવાર, 29 જૂન 2021 (16:54 IST)
ફળોના રાજા કેરી દરેકને પસંદ છે. ગરમી શરૂ થતા જ ભારતીય ઘરોમાં કેરી આવવી શરૂ થઈ જાય છે. તે લોકો દરેક પ્રકારમાં ખાવાનુ પસંદ કરે છે. હમેશા તેને ખાદ્યા પછી લોકો તેના ઠળિયા ફેંકી દે છે. જેટલો ફાયદો કેરી ખાવાના છે તેટલો જ ફાયદા કેરીના ઠળિયાના છે. તેના ઠળિયાથી ઘણી બધી સ્વાસ્થય સંબંધી પરેશાનીઓથી છુટકારો મળી જાય છે. સાથે જ તેના સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને જાડપણ ઓછા કરવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા 
 
જૂ
ઉનાળામાં પરસેવો અને ગંદકીને કારણે વાળમાં જૂ થવું સામાન્ય છે. પરંતુ કેરીની ઠળિયા તેનાથી છૂટકારો મેળવવા માટે ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે, તમે કેરીના ઠળિયાને સુકાવો અને વાટીને 
તેનો પાઉડર બનાવી લો. પાઉડરમાં લીંબૂનો રસ મિક્સ કરી વાળમાં લગાવો. તેનાથી જૂ ખત્મ કરવામાં મદદ મળશે. 
 
ઝાડા
ખરાબ પેટના કારણે ઝાડા થાય છે, આ સ્થિતિમાં કેરીના ઠળિયાને સારી રીતે સુકવી અને વાટી લો. આ ચૂર્ણને એક ગિલાસ પાણીમાં મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં મધ મિક્સ કરી તેને પી શકો છો. 
 
હાઈ બ્લ્ડપ્રેશર 
મર્યાદિત માત્રામાં કેરીની ઠળિયાના સેવન કરવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યાથી છુટકારો મળશે. તેની સાથે દિલના રોગોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. 
 
પીરિયડસ 
પીરિયડ્સ દરમિયાન ઘણી છોકરીઓને વધારે બ્લીડિંગ હોય છે. તેથી કેરીના ઠળિયાના ચૂર્ણનો પ્રયોગ કરવું. દહીંમાં ઠળિયાનો ચૂર્ણ નાખી અને થોડો મીઠું મિક્સ કરી ખાઓ. તેનાથી તમને પીરિયડસના દુખાવામાં મદદ મળશે. 
 
દિલના રોગ 
કેરીની ઠળિયા હૃદયરોગને ઓછી કરવામાં ફાયદાકારક છે. બ્લડ પ્રેશર તેના ઉપયોગથી નિયંત્રણમાં રાખી શકાય છે. આ માટે, તમારે માત્ર 1 ગ્રામ પાવડરનું સેવન કરવું જોઈએ.
 
દાંત
કેરીના ઠળિયાના પાઉડરને લો. કેરીના પાનને સુકાવી વાટી લો. પછી આ પાઉડરને મિક્સ કરી ગાળી લો. પછી તેની મદદથી મંજન કરવું. તેના ઉપયોગથી દાંત મજબૂત અને સફેદ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પનીર લવર્સને જરૂર પસંદ આવશે પનીર દો પ્યાજાની રેસીપી