Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબિટીસના દર્દીઓએ રસોડામાં વપરાતા આ મસાલાનું પાણી જરૂર પીવું જોઈએ, તે અનેક સમસ્યાઓ માટે છે રામબાણ

Webdunia
સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (00:11 IST)
શું તમે જાણો છો કે રસોડામાં મુકવામાં આવેલ જીરું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? જો તમે પણ વિચારતા હોય કે જીરાનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ. આરોગ્ય વિશેષજ્ઞ  વારંવાર જીરું પાણી પીવાની ભલામણ કરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જીરાનું પાણી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કારગર સાબિત થઈ શકે છે.
 
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક 
આયુર્વેદ મુજબ જીરું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી. જો ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરે તો તેમના બ્લડ શુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસની સાથે, તમે જીરાના પાણીની મદદથી તમારા વધતા વજનને પણ નિયંત્રિત કરી શકો છો.
 
કેવી રીતે બનાવશો જીરાનું પાણી ?
સૌ પ્રથમ કઢાઈમાં પાણી નાખીને એક વાર ઉકાળો. હવે આ ઉકાળેલા પાણીમાં જીરું ઉમેરો અને આ પાણીને સારી રીતે ઉકાળો. ત્યાર બાદ આ પાણીને એક ગ્લાસમાં ગાળી લો. વધુ સારા પરિણામો મેળવવા માટે તમારે વહેલી સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવું જોઈએ.
 
તમને ચોક્ક્સ મળશે લાભ 
જો તમે જીરાંનું પાણી નિયમિતપણે પીઓ છો, તો તમારા આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકાય છે. જીરાનું પાણી પીવાથી તમે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે એસિડિટી, પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને ગેસથી છુટકારો મેળવી શકો છો. આ સિવાય જીરાનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકાય છે. સ્વાસ્થ્યની સાથે સાથે જીરાનું પાણી તમારી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Somwati Amavsya: આજે સોમવતી અમાવસ્યા છે, આ સરળ ઉપાયોથી જીવન ખુશીઓથી ભરાઈ જશે

Masik Shivratri Vrat 2024: આ વિધિથી કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના પૂર્ણ થશે.

પર્યુષણ શું છે, શા માટે કરવામાં આવે છે, શું છે તેનું મહત્વ ? જાણો

Shani Pradosh 2024 Upay: આજે શનિ પ્રદોષના દિવસે કરો આમાંથી કોઈ એક ઉપાય, શનિદેવ દૂર કરશે તમામ પીડા.

Eco Friendly Ganesha - ઘરે જ બનાવો ઈંકો ફ્રેંડલી ગણેશ...જાણો સરળ વિધિ.. વીડોયો સાથે

આગળનો લેખ
Show comments