તુલસી (તુલસીનાફાયદા) એક એવો છોડ છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેના ઔષધીય ગુણો ઉપરાંત, તેધાર્મિક મહત્વ માટે પણ જાણીતો છોડ છે. હિંદુ ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેનાં વિશે પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે અને સદીઓથી વિવિધ સમસ્યાઓ અને વિકારોની સારવાર માટે તેને ઉપયોગમાં લેવાય છે. આ છોડનો દરેક ભાગ ફાયદાકારક છે.
આમ તો તેનું સેવન કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવું ખૂબ જ લાભકારી છે. તમારી સવારની ચાને તુલસીના પાણી સાથે બદલાશો તો તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે. ચાલો જાણીએ એવા 7 કારણો જેના માટે તમારે સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવું જોઈએ.
વજન કંટ્રોલ કરવામાં કરે મદદ
તુલસી શરીરના મેટાબોલીજમને વધારવામાં મદદ કરે છે અને શરીરમાં વધારાની ચરબી ઘટાડે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ સુધારે
સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે, જેને કારણે બ્લડ વેસલ્સમાં પ્લાકનું નિર્માણ ઘટે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે, જેનાથી હાર્ટની હેલ્થ સુધરે છે.
ડાયાબિટીસમાં લાભકારી
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તુલસીનું પાણી જરૂર પીઓ. તેમાં રહેલા ફાયટોકેમિકલ્સ ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે, જે શરીરમાં ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરે છે.
ઈમ્યુનિટી વધારે
તુલસી જરૂરી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે ઈમ્યુનિટી વધારવામાં અને શરીરને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
પાચન સ્વાસ્થ્યમાં મદદરૂપ
તુલસીના બળતરા વિરોધી ગુણધર્મો જઠરાંત્રિય બળતરા ઘટાડે છે અને પેટના અસ્તરને શાંત કરે છે, પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સ્ટ્રેસ અને ચિંતા કરે દૂર
તણાવ અને ચિંતાની સમસ્યામાં પણ તુલસી ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર બાયોએક્ટિવ સંયોજનો કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરે છે, જે તણાવ માટે જવાબદાર હોર્મોન છે.