Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરે બનાવતી વખતે શુ તમારા ભટૂરા પણ થઈ જાય છે કડક અને ચોટેલા તો અજમાવો આ ટ્રિક્સ, બનશે રેસ્ટોરેંટ જેવા સોફ્ટ અને ફુલેલા

bhature
, મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (16:34 IST)
ભટુરા ખાવામાં જેટલી મજા આ
bhature
વે છે તેટલી જ તેને બનાવવા મુશ્કેલ છે. ઉલ્લેખનીય  છે કે ભટુરેનો આકાર પુરી જેવો છે. પરંતુ, બંને વચ્ચે ઘણો તફાવત છે. ભટુરા રિફાઈન્ડ લોટના બનેલા હોય છે તેથી તે ઝડપથી ચઢતા નથી. ખરેખર, ઘણી વખત એવું બને છે કે ભટુરા  ઘરે બનાવતી વખતે આપણે ભૂલો કરીએ છીએ અને કોઈ મહત્વપૂર્ણ સ્ટેપ ભૂલી જઈએ છીએ જેને  કારણે ભટુરા જેવા જોઈએ એવા બનતા નથી. આજે અમે તમને બતાવી રહ્યા છે  ભટુરે બનાવવાની સૌથી સરળ રીત. આ મુજબ બનાવશો તો  તમે કોઈ ભૂલ નહીં કરો અને છોલે-ભટુરાનો આનંદ માણી શકશો.
 
ભટુરા બનાવવા માટેની સામગ્રી
2 કપ મેંદો, 1 ચમચી રવો, 2 ચમચી તેલ, 4 ચમચી દહીં, 1 ચમચી ખાંડ, 1/4 ચમચી બેકિંગ પાવડર, તેલ (તળવા માટે), મીઠું, પાણી.
 
ભટુરા બનાવવાની વિધિ 
મેદો અને રવો મિક્સ કરો. હવે તેમા મીઠુ, ખાંડ, બેકિંગ પાવડર દહી અને 2 ટેબલ સ્પૂન તેલ નાખો. હવે આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. હવે આ લોટમાં થોડુ થોડુ પાણી નાખો અને નરમ લોટ બાંધી લો. આ લોટને એક ભીના કપડાથી ઢાંકી દો અને 3-4 કલાક માટે આવુ જ મુકી દો.  3-4 કલાક બાદ તમે જોશો કે લોટ ફુલી ગયો છે. હવે આ લોટને ફરીથી ગૂંથી લો.  હવે લોટને સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગમાં એક છિદ્ર બનાવો. કણકનો એક ભાગ લો, તેને એક બોલમાં દબાવો અને પછી ગોળ પુરી વણી લો. (ભટુરાને બહુ પાતળું કે બહુ જાડું વણો) હવે એક કઢાઈમાં ધીમા તાપ પર તેલ ગરમ કરો (તેલ વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખો). હવે તેલમાં ભટૂરા નાખો. હવે તેલમાં ભટૂરા નાખો. થોડી સેકંડ પછી તેને ધીરેથી થોડો દબાવો. આવુ કરવાથી તે ફુલવા માંડશે. સોનેરી થતા સુધી મધ્યમ તાપ પર પકવો. જ્યારે ભટૂરા તળાય જાય તો તેને કાઢી લો. ગરમા ગરમ ભટૂરા છોલે સાથે પીરસો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટામેટા લસણની સ્વાદિષ્ટ ચટણી