rashifal-2026

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ, ઘરેલૂ ઉપાય

Webdunia
ગુરુવાર, 25 નવેમ્બર 2021 (07:33 IST)
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. ભોજન કરતા તરત જ પૉટી લાગવાની સમસ્યને ગેસ્ટ્રો-કૉલિક રિફ્લક્સ કહે છે. જોવાયુ છે કે આ સમસ્યા તે લોકોને વધારે આવે છે જે શરૂઆતમાં લાંબા સમય સુધી શૌચને રોકીને રાખે છે. 
 
ઘરેલૂ ઉપચાર 
- મીઠા કેરીનો રસ 50 ગ્રામમાં મીઠો દહીં 10-20 ગ્રામ અને આદુંનો રસ 1 ચમચી ભરી દરરોજ દિવસમાં 2 વાર થોડા દિવસો દર્દીને પીવડાવતા રહેવાથી લાભ થવા લાગે છે. 
- આમલી છાલટાનો ચૂર્ણ 1 થી 6 ગ્રામ સુધી સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર(સવારે અને સાંજે) ચટાવવાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે છે. 
- ઈસબગોળ 4 ગ્રામને 40 ગ્રામ ગરમ જળમાં પલાળી દો. ઠંડુ થતા પર તેમાં 10 ગ્રામ ઓરેંજ કે દાડમનો શરબત મિક્સ કરી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જાય છે. 
- પિપળી, ભાંગ અને સૂંઠના સમભાગ ચૂર્ણને મધની સાથે સેવન કરતા રહેવાથી ભયંકર સંગ્રહણીમાં પણ લાભ થઈ જાય છે. 
- બેલ ના કાચા ફળને અગ્નિમાં શેકીને પલ્પ કાઢી થોડી ખાંડ મિક્સ કરી સેવન કરતા રહેવાથી રાહત મળે છે. 
-ત્રણ ગ્રામ કેરીના ફૂલનો ચૂર્ણ બારીક વાટીને વાસી જળની સાથે સેવન કરવાથી લાભ હોય છે. 
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્સ કરી ચાટવાથી આરામ મળે છે. 
 
આ ઉપાયોને અજમાવો 
- ભોજન સારી રીતે ચાવીને ખાવો 
- ફાઈબરવાળા ભોજનનો કરો સેવન 
- 3-4 વારમાં થોડુ-થોડું ભોજન કરો. 
 
ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ 
આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોને તમારા ભોજનમાં શામેલ કરવી. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકલી, આખા અન્ન, સેમ અને દાળ શામેલ છે. સાથે જ ભોજનમાં દહીં, કાચુ સલાદ, આદું, પાઈનાપલ, જામફળ વગેરે શામેલ કરવું. તે સિવાય કેળા, કેરી, પાલક, ટમેટા, નટસ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી આ ભોજન પણ ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments