Biodata Maker

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (00:51 IST)
Dough Kneading: આંતરડાને હેલ્ધી રાખવા ખૂબ જરૂરી છે. લોટમાં જો તમે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ગટ હેલ્થ ઠીક રાખવામાં મદદ મળે છે. તમે સાંભળ્યુ હશે કે તમે એવા જ બનશો જેવુ  તમે ખાવ છો.  આપણો ખોરાક આપણા શરીરને પોષણ આપવાની સાથે સાથે આપણા પાચનતંત્રને  પણ  અસર કરે છે. સ્વસ્થ આહાર આપણને ઊર્જાવાન તો બનાવે જ છે સાથે સાથે અનેક રોગોથી પણ બચાવે છે.
 
આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેને તમે તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને તમારા આંતરડાને સાફ રાખવા માટે તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ.
 
લોટમાં મિક્સ કરી લો 4 વસ્તુઓ
 
ઓટ્સઃ ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે પાચનને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. લોટમાં થોડો ઓટ્સ પાવડર ઉમેરીને રોટલી બનાવો.
 
અજમો : અજમો  પાચન એંજાઈમોને સક્રિય કરે છે અને પેટનો ગેસ ઘટાડવામાં મદદ કરે છે. તેને થોડી માત્રામાં લોટમાં મિક્સ કરીને રોટલી બનાવો.
 
જીરું: જીરું પાચન સુધારવામાં અને ભૂખ વધારવામાં મદદ કરે છે. તેને થોડું વાટીને લોટમાં મિક્સ કરો.
 
દહીં- દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે લોટમાં દહીં મિક્સ કરી શકો છો અથવા રોટલી બનાને તેને દહીં સાથે ખાઈ શકો છો.
 
અન્ય ઉપયોગી ટીપ્સ
- પૂરતા પ્રમાણમાં પાણી પીવોઃ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે પાચન સુધારવામાં મદદ કરે છે.
- સંતુલિત આહાર લો: તમારા આહારમાં ફાઈબરયુક્ત ફળો, શાકભાજી અને કઠોળનો સમાવેશ કરો.
- તળેલા અને જંક ફૂડને ટાળો: તળેલા અને જંક ફૂડથી દૂર રહો કારણ કે તે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
-  નિયમિત વ્યાયામ કરો: નિયમિત કસરત પાચન સુધારવામાં મદદ કરે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

વધુ જુઓ..

ધર્મ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments