Festival Posters

Essay- રાષ્ટ્રીય એકતા વિઘાતક પરિબળ

Webdunia
શુક્રવાર, 6 માર્ચ 2020 (14:37 IST)
રાષ્ટ્રીય એકતા 
કોમી એકતા 
કોમવાદ ખતરનાક 
 
મુદ્દા- 1. રાષ્ટ્રીય એકતા એટલે શું? 2. લોકશાહી ભારતમાં રાષ્ટ્રીય એકતાનુ મહત્વ 3. રાષ્ટ્રીય એકતાના વિઘાતક પરિબળ 4. રાષ્ટ્રીય એકતાંના પરિબળ 5. પ્રત્યેક ફરજ  અને જવાબદારી 6. ઉપસંહાર 
 
ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં જો રાષ્ટ્રીય એકતા ન જોય તો લોકશાહી ના પાયા ડગમગવા જ માંડે, બિનસાંપ્રદાયિકતાની રાષ્ટ્રીય નીતિનો બંધારણીય સ્વીકાર કરીને સર્વધર્મ સમભાવની ભાવનાને હૃદયથી આવકારી હોય ત્યારે ભારના માથે ધર્મનિરપેક્ષતાની કેટલી મોટી જવાબદારી આવી પડે  એ તો જેને ગુજરતા પંજાબના આંદોલબનો અને તોફાનો નજરે જોયા હોય તેને જ ખ્યાલ આવે. હિંદુ, ઈસ્લામ,જૈન ,શીખ , ઈસાઈ, જરથોસ્તી, યહૂદી, બૌદ્ધ એમ અનેક ધર્મો પાળતા અને પોતપોતાના ધાર્મિક સ્થળો જાળવી રાખતા, નિભાવતા અને વધાર્યે જતા વિવિધ ધર્મીઓને રાષ્ટ્રીય એકતાના એક તાંતણે બાંધી રાખવા એ કેટલું ભગીરથ કામ છે એ તો, વાત વાતમાંને છાશવારે'અમારી ધાર્મિક લાગણે દુભાઈ છે' એમ કહીને સરકારના સકંજામાં લેતા ધર્મગુરૂઓ વિરોધ પક્ષો સાથે જેને પનારો હોય એ જ જાણે... 
 
'રાષ્ટ્રીય એકતા' એ કોઈ સ્થૂળ વસ્તુ નથી; ભાવના અથવા લાગણીનો પિંડ છે. એક જ રાષ્ટ્રધ્વજની છત્રછાયા હેઠળ નાગરિક્ત્વ ભોગવતી, જુદા-જુદા ધર્મો સંપ્રદાયો, જાતિઓ-પેટા જાતિઓવાળી પચરંગી પ્રજા વચ્ચે જ્યારે ભાઈચારો, બંધુતા, સમાનતા અને સંપ પ્રવર્તતા હોય ત્યારે એ દેશની રાષ્ટ્રીય એકતાનો સ્તર ખૂબ ઉંચો છે એમ કહી શકાય એમાયં વળી, ભારત જેવા લોકશાહી રાષ્ટ્રમાં તો, રાષ્ટ્રીય એકતારૂપી સુકાન ન હોય તો દેશનુ નાવ ખરાવબે ચડી જાય એમાં કોઈ શંકા નથી. 
 
ભારતને સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, લગભગ પંદર વર્ષે, પહેલી જ વાર રાષ્ટ્રીય એકતાનું સાચું મૂલ્ય સમજાયું અને એ ત્યારે જ કે જ્યારે ચીને ભારત પર 1962 આક્રમણ કર્યું. બીજી વાર, 1966માં પાકિસ્તાન સાથે અને બીજી વાર, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન પદે હતા. ત્યારબાદ સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીના શાસનકાળ દરમિયાન તો બાહ્ય આક્રમણનો અને આંતરિક વિખવાદોનો સામનો કરવામાં રાષ્ટ્રીય એકતા કેટલી જરૂરી છે તેની પ્રતીતિ સૌ કોઈને થઈ ગઈ. કોમી એકતા, રાષ્ટ્રીય એકતા, દેશની અખંડિતતા અને ધરમ નિરપેક્ષતા જાળવતા જાળવતાં ઈન્દિરાજી જેવા મહામુત્સદી નારીને પણ નાકે દમ આવી ગયો અને અંતે એમણે રાષ્ટ્રીયે એકતા તૂટી ન જાય તે માટે જે મક્કમ વલણ અખ્ત્યાર કર્યુ તેને કારણે તો એમની નિર્દય રીતે હત્યા કરી નાખવામાં આવી એ આપણે ક્યાં નથી જાણતાં? 
 
દેશ પર જ્યારે આફત આવે કે બાહ્ય આક્રમણ થાય ત્યારે જ આપણી રાષ્ટ્રીય એકતા પ્રગટ થાય અને ભયના ઓળા ઉતરી જાય એટલે આપણે પાછા અંદરોઅંદર ઝઘડવા મંડી પડીએ તો, આપણી રાષ્ટ્રીય એકતા એટલે અંશે કાચી પુરવાર થાય! કોમ કે ધર્મના નામે અથવા વર્ગ કે વર્ણના બહાને આપણા દેશમાં  અત્યારે ભારેલા અગ્નિ જેવી વિસ્ફોટક પરિસ્થિતિ છે. પંજાબ, આસામ અને હમણાંથી તો ગુજરાત પણ આ રવાડે ચઢી ગયું છે. જે લોકો કોમી આગ ભડકાવીને એના  "તાપ" માં પોતાના રાજકીય પક્ષના 'રોટલા' શેકી લેવાની મેલી મુરાદ ધરાવે છે તેઓ પૈસા આપીને કે ધર્મના નામે તોફાનો કરાવે છે. માંડ માંડ બંધાવા માંડેલી રાષ્ટ્રીય એકતા ની ભાવના  આવા તકસાધુઓ, દાણાચોરો,ભ્રષ્ટાચારીઓ અને દેશદ્રોહિઓના હાથે રોળાઈ જાય છે. રહેસાઈ જાય છે. 
 
ટૂંકમાં એક જાગત નાગરિક તરીકે આપણે સૌની એ પવિત્ર ફરજ બની જાય છે કે કોઈ પણ  ભોગે  આપણે રાઃષ્ટ્રીય એકતા અને દેશની અખંડિતતા જાળવવાના સરકારના પ્રયત્નોમાં તનમનધનથી સહકાર આપવો જોઈએ. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

31st સેલિબ્રેશન પર હવે મિનિટોમાં નહિ મળે સામાન, ગિગ વર્કેસ હડતાળથી Zepto, Blinkit અને Swiggy નું વધ્યું ટેન્શન

"પપ્પા, ખૂબ દુઃખાવો થઈ રહયો છે!" કેનેડાની એક હોસ્પિટલમાં આઠ કલાક સુધી એક ભારતીય વ્યક્તિ પીડાથી તડપતો ઇમરજન્સી વોર્ડ વેઇટિંગમાં મોતને ભેટ્યો

26 ડિસેમ્બરથી કઈ ટ્રેનોના ભાડામાં થઈ રહ્યો છે ફેરફાર, અને કઈમાં નહીં, જુઓ સંપૂર્ણ યાદી

VIDEO - પાલીતાણા મંદિરની સિડી ચઢી રહ્યા હતા શ્રદ્ધાળુ, અચાનક આવી ગયો સિંહ, જાણો પછી શું થયું

સુરતમાં રસ્તા પર ફટાકડા ફોડનારા ઉદ્યોગપતિ પર પોલીસની એક્શન, હવે કરી 'સંસ્કારી' અપીલ

વધુ જુઓ..

ધર્મ

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

Merry Christmas Wishes 2025: મેરી ક્રિસમસ મેસેજીસ... નાતાલની શુભેચ્છા

Christmas History કેવી રીતે થઈ ક્રિસમસની શરૂઆત...સૌપ્રથમ ક્રિસમસની ઉજવણી કોણે કરી ? જાણો ક્રિસમસનો ઈતિહાસ

આગળનો લેખ
Show comments