Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિલાયંસ ઈંડસ્ટ્રીઝને 9 હજાર 516 કરોડનો નફો

Webdunia
ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (11:23 IST)
પેટ્રોલિયમ, ટેલિકોમ અને રિટેલ સહિત વિવિધ ક્ષેત્રોમાં વેપાર કરનારી દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં 9516 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ કમાવ્યો છે. જે ગયા વર્ષના આ સમયગાળાના 8109 કરોડ રૂપિયાના લાભની તુલનામાં 17.5 ટકા વધુ છે. 
 
કંપનીના નિદેશક મંડળની બેઠક પછી અધ્યક્ષ મુકેશ અંબાનીએ બુધવારે અહી એ જાહેરાત કરતા કહ્યુ કે 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત આ ત્રિમાસિકમાં કંપનીનો કુલ વેપાર 54.5 ટકા ઉછળીને 15629 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2017-18ની બીજી ત્રિમાસિકમાં આ 101169 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન રિલાયંસ ઈંડસ્ટ્રીઝનો એકલ વેપાર 37.1 ટકા વધીને 103086 કરોડ રૂપિયા રહ્યો હતો અને નફો 7.2 ટકા વધીને 8859 કરોડ્ર રૂપિયા રહ્યો. 
 
જિયોને 681 કરોડનો લાભ - અંબાનીએ પોતાની ટેલીકોમ કંપની રિલાયંસ જિયોના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે બીજી ત્રિમાસિકમાં જિયોએ 681 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ મેળવ્યો છે.  આ ત્રિમાસિકમાં પહેલીવાર કંપનીને 10 હજાર કરોડ રાજસ્વના સ્તરને પાર કર્યુ.  30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત ત્રિમાસિકમાં કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 25 કરોડને પાર પહોંચી ગઈ. 
 
તેમણે કહ્યુ કે અર્થવ્યવસ્થાના સ્તર પર પડકાર છતા તેમની કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યુ અને પેટ્રોલિયમ અને તેલ શોધન વેપારનો એવા સમયે રોકડ પ્રવાહ વધરાવાનુ વાહક રહ્યુ છે, જ્યારે ભારતીય મુદ્રા અને કમોડિટી બજારમાં ભારે વધ-ઘટ થઈ રહી છે. 
 
અંબાણીએ કહ્યુ કે જિયોના દરેક ગ્રાહક સરેરાશ રાજસ્વ પણ આ ત્રિમાસિકમાં 131.70 રૂપિયા પર પહોંચી ચુક્યો છે. આ ત્રિમાસિકમાં તેના ગ્રાહકોએ 771 કરોડ જીબી ડેટાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યુ કે માર્ચ 2018માં રિલાયંસ ઈડસ્ટ્રીઝ પર કુલ મળીને  218763 કરોડ રૂપિયાનુ દેવ હતુ જે સપ્ટેમ્બરમાં વધીને 258701 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ. 
 
ડેન અને હૈથવે માં રણનીતિક રોકાન - રિલાયંસ ઈંડ્સ્ટ્રીઝ લિમિટેડે ડેન નેટ્વર્ક્સ લિમિટેડ અને હૈથવે કેબલ એંડ ડાટાકૉમ લિમિટેડમાં રણનીતિક રોકાણ અને ભાગીદારીની જાહેરાત કરી છે. હૈથવે કેબલ એંડ ડાટાકૉમ લિમિટેડેમાં 51.3% ભાગીદારી માટે, પ્રીફ્રેશિયલ ઈશુ ના માધ્યમથી 2,940 કરોડ રૂપિયાનુ પ્રાઈમરી રોકણ કરવામાં આવશે 
 
સેબી અધિગ્રહન વિનિયમો હેઠળ જરૂરિયાત મુજબ ડેન અને હૈથવેની સાથે સાથે જીટીપીએલ હૈથવે લિમિટેડ અને હૈથવે ભવાની કેબલટેલ એંડ ડાટાકૉમ લિમિટેડ માટે પણ ઓપન ઓફર લાવશે.  આ રણનીતિક રોકાણ રિલાયંસના તેના મિશનનો ભાગ છે. જેનો ઉદ્દેશ્ય છે દરેકને,  જોડવા લાયક દરેક વસ્તુને અને દરેક સ્થાનને કનેક્ટ કરવો સાથે જ ઉચ્ચતમ ગુણવત્તા અને કિફાયતી મૂલ્ય પર ભારતના ડિઝિટલ પરિદ્રશ્યને બદલવુ. 
 
મોબાઈલ બ્રોડબેંડ સ્પેસમાં ભારતને ટોચના સ્થાન પર લઈ ગયા પછી રિલાયંસ હવે વાયરલાઈન ડિઝિટલ કનેક્ટિવિટીમાં ભારતને 135માં સ્થાનથી દુનિયાના ટોચ 3 દેશોમાં સામેલ કરવવા પ્રતિબદ્ધ છે. આ માટે 1100 શહેરોના 5 કરોડ ઘરમાં JioGigaFibe રોલઆઉટમાં તેજી લાવવા માટે સૌદો કરવામાં આવ્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

આગળનો લેખ
Show comments