Publish Date: Wed, 17 Oct 2018 (08:40 IST)
Updated Date: Wed, 17 Oct 2018 (10:12 IST)
દુનિયાભરમાં વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ Youtube ઠપ પડી ગયુ. લગભગ એક કલાક ઠપ રહ્યા પછી લગભગ 8 વાગ્યે યૂટ્યુબ ફરી શરૂ થયુ.
ડાઉન થવા દરમિયાન ડેસ્કટોપ અને એપ ક્યાય પણ વીડિયોઝ ચાલી રહ્યા નહોતા. એટલુ જ નહી બીજી વેબસાઈટ્સમાં યૂ-ટ્યુબના જે વીડિયો એમ્બેડ કરવામાંઅ અવ્યા છે તેમા પણ એરર મેસેજ જોવા મળી રહ્યો હતો. વીડિયો પ્લે કરવા પર યૂઝર્સને 500 અને 503 ઈંટરનલ સર્વર Error messages દેખાય રહ્યો હતો. વીડિયોઝ પર પેજના ફક્ત Thumbnail દેખાય રહ્યા હતા.
આ સંબંધમાં કંપનીએ સવારે ટ્વીટ કર્યુ કે તે આ સમસ્યાના સમાધાનની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ લખ્યુ કે ઈશ્યુ ફિક્સ થતા તે માહિતી આપશે. આ ટ્વીટના એક કલાકની અંદર યુટ્યુબ ફરી શરૂ થઈ ગયુ.