Webdunia - Bharat's app for daily news and videos

Install App

Reliance result: રિલાયંસના પ્રોફિટમા 43 ટકાનો ભારે ઉછાળો, કુલ કમાણી 13680 કરોડ

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (23:04 IST)
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કંસોલિટેડ નેટ પ્રોફિટ 13680 કરોડ રૂપિયા રહ્યો. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરની તુલનામાં 43 ટકાનો ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં રિલાયન્સનો કંસોલિટેડ નેટ પ્રોફિટ 9567 કરોડ રૂપિયા રહ્યો હતો.
 
કંપનીનો ઓપરેશનલ રેવન્યુ 1.74 લાખ કરોડ રૂપિયા હતો. તેણે વાર્ષિક ધોરણે 49 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં તે 1.16 લાખ કરોડ રૂપિયા હતી. પરિણામ અંગે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન મજબૂત થયું છે. આ સૂચવે છે કે ભારતીય અને વૈશ્વિક અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું છે. ફરી એકવાર બિઝનેસ કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે રિટેલ સેગમેન્ટમાં રિકવરી અદભૂત રહી છે. આ સાથે, તેલથી રાસાયણિક વ્યવસાયમાં પણ સારો સુધારો થયો છે.
 
O2C બિઝનેસ કેવો હતો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સેગમેન્ટ બિઝનેસ પર ધ્યાન આપો O2C બિઝનેસની આવક 58 ટકા વધીને 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે તે 76184 કરોડ રૂપિયા હતું. 
 
રિલાયન્સ જિયોનું પ્રદર્શન
 
Jio પ્લેટફોર્મની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 3728 કરોડ રૂપિયા રહ્યો હતો. તેણે વાર્ષિક ધોરણે 23 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 3019 કરોડ રૂપિયા હતો. આવકની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Jioની આવક 19777 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 18496 કરોડ રૂપિયા હતી. APRU ત્રિમાસિક ધોરણે 3.7 ટકા વધ્યો છે અને 143.60 રૂપિયા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments