Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાએ યુવાનોના ડિજિટલ તાલિમ માટે NSDC સાથે ભાગીદારી

Webdunia
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (11:17 IST)
આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (AM/NS India) એ ઈન્ટરનેશનલ યુથ ડે પ્રસંગે ગુજરાત તથા દેશના અન્ય ભાગોમાં 800થી વધુ યુવાનોને ડિજિટલ સ્કિલ તાલિમ માટે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)સાથેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.
 
આ ભાગીદારી ઈન્ટરનેશનલ યુથ ડે પ્રસંગે કરવામાં આવી છે તે એક યોગાનુયોગ છે. યુવા સ્ત્રી-પુરૂષો વૈશ્વિક મુદ્દાઓને હલ કરી પર્યાવરણલક્ષી વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી વિશ્વના યુવાનો જે પડકારોનો સામનો કરી  રહ્યા છે તે તરફ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ઓડિશાની ગવર્મેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટ, બાર્બીલ સાથે ભારતીય સ્ટીલ અને માઈનીંગ ઉદ્યોગમાં કારકીર્દિ બનાવવામાં રસ ધરાવતા યુવાનોને ટુલ્સ અને અભ્યાસ પૂરો પાડવા કરાયેલા એમઓયુ પછી એએમ/એનએસ ઈન્ડિયાએ વિતેલા મહીનાઓમાં હાથ ધરેલો આ બીજો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ છે.
 
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કામગીરી કરતી પબ્લિક પ્રાઈવેટ-પાર્ટનરશીપ સંસ્થા છે. એએમ/એનએસ ઈન્ડિયા તેના કોર્પોરેટ સામાજીક જવાબદારીના હેતુથી હાથ ધરાતા કાર્યક્રમો માટે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા અને છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં સાક્ષરતા ધરાવતા ઉમેદવારોને ડીજીટલ કૌશલ્યની તાલિમ માટે નાણાંકિય સહાય કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોને કસ્ટમર સર્વિસ, ટેલિ-કોલીંગ, ડેટા એન્ટ્રી વગેરે વિષયોમાં નોકરીઓ અને ઉદ્યોગસાહસિકતાની તકો માટે સજ્જ કરવાનો છે.
 
એએમ/એનએસ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, શ્રી દિલીપ ઓમ્મેન જણાવે છે કે “ડીજીટલ ઈન્ડીયાની પહેલ સાથે સમયસરની આ કામગીરી માટે એનએસડીસી સાથે સહયોગ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ભારત વિશ્વનું યુવા વસતિ ધરાવતું સૌથી મોટું મથક છે. યુવાનો સાચા અર્થમાં સમૃધ્ધ થઈ પોતાનું સપનું સાકાર કરે તે માટે ડીજીટલ સ્કીલીંગનું મહત્વનું ઘટક એવી આ તાલિમની પૂરતી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. આ પ્રકારની સપોર્ટ સિસ્ટમ સરકાર, ઉદ્યોગ અને જવાબદાર કોર્પોરેટ નાગરિકો વચ્ચે સહયોગ માંગી લે છે.”
 
એનએસડીસીના ચીફ ઓપરેટીંગ ઓફિસર વેદ મણી તિવારી જણાવે છે કે “એએમ/એનએસ ઈન્ડિયા સાથેની આ ભાગીદારી ખાનગી કંપનીઓ સાથે મળીને કૌશલ્ય વિકાસની દિશામાં મોટાપાયે ગતિશીલતા પૂરી પાડશે. સાધનોની વ્યવસ્થા કરાતાં એનએસડીસી વિવિધ પ્રકારની પશ્ચાદ્દભૂમિકા ધરાવતા તેજસ્વી યુવાનો માટે ડીજીટલ અભ્યાસના વર્ગો ચલાવશે. આનાથી તે શ્રમદળના મૂલ્યવાન સભ્યો બની શકશે.”
 
આ પ્રોગ્રામ દિલ્હીથી વર્ચ્યુઅલી યોજાશે. તેમાં ભાગ લેનાર પ્રકાશ શર્મા-ચીફ ફાયનાન્સિયલ ઓફિસર; વંદના ભટનાગર-ચીફ પ્રોગ્રામ ઓફિસર, એનએસડીસી; શીંગો નાકામુરા-ડેપ્યુટી ડિરેક્ટર, એચઆર અને એડમિનિસ્ટ્રેશન; વિકાસ યદવેન્દુ-હેડ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી; અનિલ માટુ-હેડ એચઆર ઓપરેશન્સ, આઈઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન; અને સંગીતા મુંજાલ, હેડ કોર્પોરેટ અફેર્સ, એએમ/એનએસ ઈન્ડિયા તથા અન્યનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

વાવ પેટાચૂંટણીમાં 70.5 ટકા મતદાન, ભાજપ, કૉંગ્રેસ કે અપક્ષ બાજી મારશે?

જમ્મુ-કાશ્મીરમાં બાળકોને પિકનિક પર લઈ જવા પર પ્રતિબંધ

આગળનો લેખ
Show comments