Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના સમારકામ દરમિયાન દુર્ઘટના, 7 મજૂરો કાટમાળ નીચે દબાયા, 3ના મોત

સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના સમારકામ દરમિયાન દુર્ઘટના, 7 મજૂરો કાટમાળ નીચે દબાયા, 3ના મોત
, શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (08:47 IST)
ગુજરાતના પોરબંદરમાં દર્દનાક અકસ્માત નોંધાયો છે જ્યાં એક સીમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના સમારકામ દરમિયાન સાત મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલી એનડીઆરએફની બે ટીમોએ આખી રાખ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. એનડીઆરએફએ ત્રણ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. 
webdunia
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટના માં બચાવ રાહત અને  સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા  મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન. ડી. આર. એફ.ની 2 ટીમ પણ આ  કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપી હતી. 
webdunia
કહેવામાં આવે છે કે આ ઘટના ગુરૂવારે સાંજના સમયે સર્જાઇ હતી જ્યારે ઘણા મજૂર રાણાવાની પાસે સૌરાષ્ટ્ર સીમેન્ટ કંપનીમાં કામ કરતા હતા. તે એક ચિમનીના સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન માચડો તૂટી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટના એટલી જલદી થઇ હતી કે મજૂરોને બચાવવાની તક મળી ન હતી અને સાત લોકો કાટમાળ નીચે દબાઇ ગયા. 
webdunia
અકસ્માતની સૂચના પર જિલ્લા વહિવટી તંત્ર તાત્કાલિક એક્ટિવ મોડમાં આવી ગયું અને ઘટનાસ્થળ એમ્બુલન્સ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલવામાં આવે હતી. તમામ મજૂરને સુરક્ષિત રેક્સ્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. 
કહેવામાં આવી રહ્યું છે કે જે ચીમનીનું સમારકામ ચાલી રહ્યું હતું તે 85 મીટર લાંબી હતી. એવામાં જ્યારે પડી તો મોટી માત્રામાં કાટમાળ પડ્યો હતો અને મજૂરો ફસાય ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Reliance Foundation એ કેરળને આપી corona Vaccine ની 2.5 લાખની ડોઝ મફત