Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે સમજો સોના પર લિમિટના નિયમને, તમારી જાહેર આવકની ખરીદી પર કોઈ ટેક્સ નહી

Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (11:13 IST)
નાણાકીય મંત્રાલયે ગોલ્ડ પર ટેક્સ લગાવવા અને તેની સીમા તય કરવાને લઈને ચાલી રહેલ અફવાહ પર સફાઈ આપી છે. મંત્રાલયના મુજબ ઈનકમ ટેક્સ કાયદામાં થયેલ ફેરફાર બાપદાદાના ગોલ્ડ કે સોનાની એવી જ્વેલરી પર લાગૂ નહી થાય જે જાહેર આવક(છુપાવેલ નહી તેવી)  કે ખેતીથી થયેલ આવકથી ખરીદી કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે નવા ઈનકમ ટેક્સ કાયદા પછીથી આ પ્રકારની અફવાઓ ચાલી રહી હતી કે લોકોના ઘરમાં મુકવામાં આવેલ ગોલ્ડના Tax નીહદમાં આવશે.  સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ તમારા ઘરે સર્ચ ઓપરેશન ચલાવે છે તો દરેક પરણેલી મહિલા પાસે વર્તમન 50 તોલા સોનુ અને  કુંવારી મહિલાનુ પછી તોલા સોનુ જબ્ત નહી કરવામાં આવે. પુરૂષો માટે આ સીમા 10 તોલા સુધી જ રહેશે. 
 
આ છે નવો નિયમ 
 
નવા નિયમ હેઠળ પરણેલી સ્ત્રીઓ પાસે 500 ગ્રામ સુધીના સોના પર કોઈ હિસાબ નહી માંગવામાં આવે અને તેમની પાસે એટલુ સોનુ થતા કોઈ પૂછપરછ નહી થાય. પરણેલી સ્ત્રીને 500 ગ્રામ સુધીના પુરૂષોને ઘરેણા મળતા કોઈ હિસાબ નહી માંગવામાં આવે. ઘરમાં મુકેલુ સોનુ જૂના ઘરેણા અને સોના પર પણ ટેક્સ નહી લાગે. 
 
જો કે તમારી પાસે બાપદાદાના ઘરેણા અને ગોલ્ડનો હિસાબ હોવો જોઈએ. તેને લઈને તમે આવક વિભાગની છાપામારીમાં છૂટ મળી જશે.  બ્રાંડેડ અને અનબ્રાંડેડ સિક્કા પર પણ 12.5 ટકા ઈંપોર્ટ ડ્યૂટી લગાવવાનુ એલાન થયુ છે અને કાયદાકીય રીતે પૂર્વજો પાસેથી મળેલુ સોનુ સાબિત કરવ પર પણ ટેક્સ નહી લાગે. 
 
ગભરાવવાની જરૂર નથી 
 
આ નિયમથી એ લોકોને બિલકુલ પણ ગભરાવવાની જરૂર નથી જેમની પાસે ઉલ્લેખિત લિમિટના બરાબર કે તેનાથી ઓછુ ગોલ્ડ છે. અહી સુધી કે જેમની પાસે ગોલ્ડના કાગળ છે  તેમને ગભરાવવાની જરૂર નથી.  આ નિયમથી સંકટ તેમને આવ્યુ છે જેમની પાસે નક્કી નિયમથી વધુ સોનુ છે અને તેનો કોઈ હિસાબ નથી. આવકના છાપામાં લિમિટથી વધુ કે અઘોષિત ગોલ્ડ મળશે તો જપ્ત કરવામાં આવશે.   નાણાકીય મંત્રી અરુણ જેટલીનુ કહેવુ છે કે જે લોકોએ પોતાની ઘોષિત આવક કે બચતથી સોનાના ઘરેણા ખરીદ્યા છે તેમને પણ ટેક્સ નહી આપવો પડે. 
 
કેમ બનાવ્યો છે આ નિયમ 
 
નોટબંધી પછી બ્લેકમનીને વ્હાઈટ કરવા માટે લોકો સોનુ ખરીદી રહ્યુ હતુ. એવા લોકો પર શિકંજો કસવા માટે જ સરકારે આ નિર્ણય કર્યો છે. આ સાથે જ હિન્દુ ધર્મ અધિનિયમ મુજબ આટલુ સોનુ ઘરમાં મુકવાની મંજુરી પહેલાથી જ છે. તેથી સરકારે દેશમાં ચાલી રહેલ અફવા પર વિરામ લગાવવા માટે દેશ સામે પોતાનો પક્ષ મુક્યો છે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments