Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુકેશ અંબાનીનુ મોટુ એલાન, વાંચો Jio ના Happy New Year ઓફરમાં શુ છે પ્લાન

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (17:51 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાનીએ આજે સમૂહની ટેલીફોન સેવા કંપની રિલાયંસ જિયોના ગ્રાહકોને નવા વર્ષની એડવાંસ ભેટ આપતા તેમને માટે બધી સેવાઓ 31 માર્ચ સુધી ફ્રી કરવાની જાહેરાત કરી. પહેલા આ સેવાઓ બધા ગ્રાહકો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી મફત હતી. 
 
- 4 ડિસેમ્બર 2016થી બધા જિયો યૂઝર્સને એકવાર ફરીથી ડેટા, વૉયસ, અને બધી જિયો એપ્સની એક્ટિવેશન 31 માર્ચ 2017 સુધી ફ્રી મળશે.  તેને હેપી ન્યૂ ઈયર ઑફરનુ નામ આપવામાં આવશે.  કંપનીના મુજબ જિયોના વર્તમાન 50 મિલિયન કસ્ટમર્સને ઓટોમેટિક નવી ઓફરમાં સ્વિચ કરી દેવામાં આવશે. એ માટે તેમણે નવી સિમ ખરીદવાની જરૂર નથી 
- પહેલાની જેમ રોજ  4GB ડેટા નહી મળે પણ 1GB ડેટાથી જ લોકોને સંતોષ કરવો પડશે 
- નવા જૂના બધા કસ્ટમર્સ માટે લાગૂ રહેશે હેપી ન્યૂ ઈયર ઓફર 
- જિયો મની દ્વારા કેશલેસ ટ્રાંજેક્શન કરવામાં સગવડ થશે 
- જિયો ભારતીય મર્ચંટ સાથે મળીને કામ કરી રહ્યુ છે અને આ માટે તેમણે માટે ખાસ ગેટવે પણ લોંચ કરવામાં આવ્યા છે. 
- નાના શહેરોમાં 10 મિલિયન મર્ચંટને પોતાની સર્વિસ આપશે જિયો 
- માર્ચ 2017 સુધી ડિઝિટલ આઉટલેટ્સની સંખ્યા ચાર લાખ કરશે જિયો 
- ઈંટરકનેક્શન સાથે જોડાયેલા મુદ્દાને કારણે છેલ્લા ત્રણ મહિનામાં વર્તમાન ત્રણ ટેલીફોન ઓપરેટરોના નેટવર્કમાં ગયેલ 900 કરોડ વૉયસ કોલ ન થઈ શકી. 
- રિલાયંસ જિયોના શરૂ થવાના 90 દિવસથી પણ ઓછા સમયમાં પાંચ કરોડથી વધુ ગ્રાહક બન્યા 
- રિલાયંસ જિયો પહેલા ત્રણ મહિનામાં facebook, whatsappના સરખામણીમાં વધુ ઝડપથી વધ્યુ. આ હિસાબથી આ સૌથી ઝડપથી વધનારી પ્રૌધોગિકી કંપની બની ગઈ. 
- 5 મિનિટમાં E KYC થી સિમ ચાલુ થઈ જાય છે. જિયોમાં નંબર પોર્ટેબિલિટી સર્વિસ શરૂ કરવામાં આવશે. 
- જિયોના સિમની હોમ ડિલીવરી પણ શરૂ થશે. 31 ડિસેમ્બર સુધી ડોર ટૂ ડોર સિમ ડિલીવરી કરવામાં આવશે. 
 
પીએમ મોદીના વખાણ કર્યા 
 
અંબાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યુ, "નોટોના વિમુદ્રીકરણ એક મોટો અને મુખ્ય નિર્ણય છે. આ માટે હુ પીએમને આભાર આપવા માંગુ છુ અને તેના નિર્ણયની પ્રશંસા કરુ છુ. અંબાનીએ કહ્યુ મોદીએ આવો નિર્ણય કરીને ભારતીય અર્થવ્યવસ્થાને ડિઝીટલમાં બદલવાની મોટી તક આપી છે." 
 
ઉલ્લેખનીય છે કે રિલાયંસ જિયોએ દેશભરમાં પોતાની સર્વિસની શરૂઆત સાથે જ યૂઝર્સ માટે વેલકમ ઓફરનુ એલાન કર્યુ હતુ. જેના હેઠળ ફ્રી 4જી ઈંટરનેટને લઈને વૉયસ અને વીડિયો કોલિંગ જેવી સર્વિસેઝનો સમાવેશ હતો. જેની અવધિ 31 ડિસેમ્બર સુધીની હતી પણ પછી  TRAI કહ્યુ હતુ કે કોઈપણ વેલકમ ઓફર 90 દિવસથી વધુ સમય માટે નથી હોઈ શકતી. પણ હવે આ ઓફરનો સમય માર્ચ સુધી વધારવામાં આવ્યો છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments