rashifal-2026

ફ્રી માં નહી વાપરી શકો ઈંસ્ટાગ્રામ - યુઝર્સને દર મહિને 73 રૂપિયા આપવા પડશે, કંટેટ ક્રિએટર્સની થશે કમાણી

Webdunia
ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (23:41 IST)
ઇન્સ્ટાગ્રામ યુઝર્સે થોડા સમય પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ચૂકવણી કરવી પડશે. ખરેખર, Instagram એક નવા સબસ્ક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જેના હેઠળ યુઝર્સને કન્ટેન્ટ એક્સેસ કરવા માટે દર મહિને 73 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીનું કહેવું છે કે આનાથી Instagram ક્રિએટર્સ અને પ્રભાવકોને ફાયદો થશે. હાલમાં, કંપનીએ આ પેઇડ ફીચર અંગે કોઈ સત્તાવાર નીતિ રજુ  કરી નથી.
 
મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આજે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ Instagram ક્રિએટર્સ  માટે સબસ્ક્રિપ્શન-બેસ્ડ મોડલનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. આ નવુ સબ્સ્ક્રિપ્શન ફિચર હાલમાં અમેરિકા. સુધી જ  સીમિત છે. તેની મદદથી, મદદથી યુઝર્સ પોતાની પસંદગીના ક્રિએટર્સનુ સબસ્ક્રિપ્શન લઈ શકશે. બીજી બાજુ ક્રિએટર્સને પણ  આમાંથી પૈસા મળશે.
 
ઈસ્ટાગ્રામ સબ્સક્રિપ્શન ફીચરની ખાસ વાતો 
 
કંટેટ ક્રિએટર્સ  પોતાના ફોલોઅર્સ પાસેથી એક્સક્લૂસિવ કંટટ માટે ચાર્જ કરી શકશે 
ક્રિએટર્સઆ ઈસ્ટાગ્રામ લાઈવ વીડિયો અને વીડિયો કંટેટ માટે સબ્સક્રિપ્શન લેવી પડશે 
હાલ 10 અમેરિકી ક્રિએટર્સ ફીચરને ટેસ્ટ કરશે 
$0.99 (લગભગ 73 રૂપિયા) થી લઈને $9.99 (લગભગ 743 રૂપિયા) સુધીનુ મંથલી સબ્સક્રિપ્શન લેવુ પડશે. 
 
અમેરિકન ક્રિએટર્સ કરી રહ્યા છે ટેસ્ટ 
 
હાલમાં ઈન્સ્ટાગ્રામના આ ફીચરને ચકાસવા માટે અમેરિકાના કેટલાક ક્રિએટર્સને બોલાવવામાં આવ્યા છે. આ સુવિધા આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે, જેમાં વધુ ક્રિએટર્સને  ટેસ્ટ માટે ઉમેરવામાં આવશે.
 
યુઝર્સને એક બેજ આપવામાં આવશે
 
એવું માનવામાં આવે છે કે સબ્સ્ક્રિપ્શન પછી જ, Instagram વપરાશકર્તાઓ તેમના મનપસંદ ક્રિએટર્સની સામગ્રી જોઈ શકશે. 73 રૂપિયા ચૂકવીને સબસ્ક્રાઈબ કરનાર ઈન્સ્ટાગ્રામ યુઝરને એક બેજ આપવામાં આવશે, ત્યારપછી તમે જ્યારે પણ કોઈ કોમેન્ટ અથવા મેસેજ કરશો તો આ બેજ તમારા યુઝરનેમની સામે દેખાશે. આ સબસ્ક્રાઇબર યુઝરને ઓળખવામાં મદદ કરશે. સબ્સ્ક્રિપ્શન પછી, સર્જકોને તેમની આવક અને સભ્યપદની સમાપ્તિની વિગતો પણ બતાવવામાં આવશે.
 
શું Instagram ક્રિએટર્સ ની આવકમાં કપાત કરશે?
 
ક્રિએટર્સ તેમની સબ્સ્ક્રિપ્શન સેટિંગ્સમાંથી સબ્સ્ક્રિપ્શન્સ, ઓલ સબ્સ્ક્રાઇબર્સ, નવા સબ્સ્ક્રિપ્શન્સ અને કેન્સલેશન્સમાંથી તેમની કુલ અંદાજિત કમાણી ચકાસી શકે છે. ઇન્સ્ટાગ્રામના કો-હેડ ઑફ પ્રોડક્ટ, એસ્સેલ યુકીએ ટેક ક્રંચ(Tech Crunch)ને જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ 2023 સુધી તેના ક્રિએટર્સની કમાણીમાંથી કોઈ ઘટાડો કરશે નહીં કારણ કે તેઓ ક્રિએટર્સને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય રાખે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments