Webdunia - Bharat's app for daily news and videos

Install App

HDFC Bank મહિલા ઉદ્યમીઓને બિઝનેસ વધારવામાં કરશે મદદ! લોન્ચ કર્યો વિશેષ પ્રોગ્રામ

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (20:29 IST)
: એચડીએફસી બેંકે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના રોજ સ્માર્ટઅપ ઉન્નતિને લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે બેંક ખાતે મહિલા અગ્રણીઓ દ્વારા મહિલા ઉદ્યમીઓને માર્ગદર્શન આપવા માટેનો એક સમર્પિત કાર્યક્રમ છે. આ કાર્યક્રમના ભાગરૂપે આગામી એક વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં તજજ્ઞતા ધરાવતા એચડીએફસી બેંકના વરિષ્ઠ મહિલા અગ્રણીઓ મહિલા ઉદ્યમીઓને તેમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થવા તેમને માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ ફક્ત વર્તમાન ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે અને તે પ્રારંભિક રીતે બેંકના સ્માર્ટઅપ ઉન્નતિની સાથે સંકળાયેલા 3,000થી વધુ મહિલા ઉદ્યમીઓને લક્ષિત કરશે.
 
 
એચડીએફસી બેંકના ઈ-કૉમર્સ અને સ્ટાર્ટ-અપ બેંકિંગ, ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના કન્ટ્રી હેડ સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, ‘અમે સમાન તક પૂરી પાડવામાં દ્રઢપણે વિશ્વાસ ધરાવીએ છીએ અને અમે ઘણાં વર્ષોથી મહિલાઓનું સશક્તિકરણ કરતાં આવી રહ્યાં છીએ. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સ્ત્રીઓએ વિશિષ્ટ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. અમારું માનવું છે કે, એચડીએફસી બેંક ન સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ એ મહિલા ઉદ્યમીઓને અમારા મહિલા અગ્રણીઓના અનુભવનો લાભ પૂરો પાડવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફૉર્મ છે. તે તેમને માર્ગદર્શન પૂરું પાડશે, તેમના દ્રષ્ટિકોણને વિસ્તારશે અને તેમની ફલકને વિસ્તારી તેમના બિઝનેસનો વ્યાપ વધારવા માટે તેમને સક્ષમ બનાવશે. આ કાર્યક્રમ સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમ છે.’
 
 
એચડીએફસી બેંકે તેના સ્માર્ટઅપ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2018માં બેંકિંગ સ્ટાર્ટ-અપ્સ માટે એક ઓનલાઇન મેન્ટરિંગ પ્લેટફ઼ૉર્મ લૉન્ચ કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે બેંક વિવિધ રાજ્ય સરકારો, ઇન્ક્યુબેટરો અને એક્સલરેટરો સાથે કામ કરી રહી છે. તે ઉદ્યમીઓ દ્વારા અનુભવવામાં આવતાં વિવિધ પડકારોને માન્યતા આપે છે, પછી તે ધિરાણ સુધીની પહોંચ હોય કે ડાયનેમિક બિઝનેસ એન્વાર્યમેન્ટમાં વ્યૂહરચના તૈયાર કરવાની હોય. સ્માર્ટઅપ ઉન્નતિ હેઠળ, વરિષ્ઠ મહિલા એક્ઝિક્યુટિવ અગ્રણીઓ મહિલા ઉદ્યમીઓ માટે એક સક્ષમ બૉર્ડ તરીકે કામ કરશે, કારણ કે, તેઓ વૈવિધ્યપૂર્ણ અને નવીન વ્યવસાયોનું નિર્માણ કરે છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments