Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એચડીએફસી બેંક સતત 7મા વર્ષે બની ભારતની નં. 1 બ્રાન્ડ, જાણો કેટલું છે બ્રાંડ વેલ્યૂ

એચડીએફસી બેંક સતત 7મા વર્ષે બની ભારતની નં. 1 બ્રાન્ડ, જાણો કેટલું છે બ્રાંડ વેલ્યૂ
, મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (13:50 IST)
એચડીએફસી બેંકને સતત સાતમા વર્ષે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. 2020BrandZ™ટૉપ 75 મોસ્ટ વેલ્યૂએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સ નામના આ સરવે દ્વારા એચડીએફસી બેંકની બ્રાન્ડનું મૂલ્ય 20.3 બિલિયન યુએસ ડૉલર આંકવામાં આવ્યું છે.
 
છેલ્લાં 7 વર્ષમાં એચડીએફસી બેંકની બ્રાન્ડનું મૂલ્ય વર્ષ 2014ના 9.4 બિલિયન યુએસ ડૉલરથી વધીને વર્ષ 2020માં 20.3 બિલિયન યુએસ ડૉલર થઈ ગયું છે. આ વર્ષે આ અભ્યાસમાં 89 કેટેગરીની 1,140 ભારતીય બ્રાન્ડ્સને આવરી લઈ 38 લાખ ગ્રાહકોનાં નિરીક્ષણોને ધ્યાન પર લેવામાં આવ્યાં હતાં. BrandZએ પોતાના રીપોર્ટમાં એચડીએફસી બેંક માટે લખ્યું હતું કે,‘એચડીએફસી બેંકનો નાણાકીય કાર્યદેખાવ અને ગ્રાહકોનો અનુભવ સાતત્યપૂર્ણ રહ્યો છે તથા આ બેંકને 2020 BrandZTMટૉપ 100 મોસ્ટ વેલ્યૂએબલ ગ્લોબલ બ્રાન્ડ્સમાં 59મો ક્રમ આપવામાં આવ્યો છે.’
 
આ રેન્કિંગ ગ્લોબલ કમ્યુનિકેશન સર્વિસિઝ બેહમોથ, ડબ્લ્યુપીપીની ગ્રૂપ કંપની કેન્ટાર મિલવૉર્ડ બ્રાઉન દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેનું પરિણામ છે.
ધી સ્ટોર ડબ્લ્યુપીપી, ઇએમઇએ એન્ડ એશિયાના સીઇઓ તથાBrandZના ચેરમેન શ્રી ડેવિડ રૉથએ જણાવ્યું હતું કે, ‘કોવિડ-19 રોગચાળાએ સમગ્ર વિશ્વની બ્રાન્ડ્સની ખરાખરીની પરીક્ષા લીધી છે, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, જ્યાં કોવિડ-19 પ્રસર્યોતેની પહેલેથી જ અર્થતંત્ર મંદીમાં સરકી રહ્યું હતું. 
 
ઘણી ભારતીય બ્રાન્ડએ ખૂબ જ સારી રીતે ટક્કર ઝીલી હતી તથા નવીનીકરણ કરવાની અને વૈશ્વિક સ્તરના ગણાય તેવા માર્ગો અપનાવવાની તેમની ક્ષમતા દર્શાવી હતી.અમારા વિશ્લેષણે એ વાત ફરી એકવાર દ્રઢપણે સાબિત કરી આપી છે કે, જે કંપનીઓ પોતાની બ્રાન્ડનું નિર્માણ કરવામાં પ્રયત્નશીલ રહે છે, તે આવા પડકારોમાં ટકી રહેવાની વધુ સારી ક્ષમતા ધરાવે છે અને વધુ શક્તિશાળી બનીને ઉભરી આવે છે.’
 
એચડીએફસી બેંક સતત છ વર્ષથી ટૉપ 100 ગ્લોબલ બ્રાન્ડ્સ લિસ્ટમાં પણ સ્થાન હાંસલ કરતી આવી છે. જેમાં એમેઝોનએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, તેવા આ પ્રતિષ્ઠિત વૈશ્વિક રેન્કિંગ્સમાં એચડીએફસી બેંક ગત વર્ષના 60મા ક્રમથી આગળ વધી 59મા ક્રમે પહોંચી ગઈ છે.આ યાદીના ટોચના 10 ક્રમમાં એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા, અલિબાબા, ટેનસેન્ટ, ફેસબૂક, મેકડોનાલ્ડ્સ, માસ્ટરકાર્ડ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાકાળમાં બેંકિંગ કામગીરી બની સરળ, ''સીટા'' અને "ICICI બિઝનેસ બેંકિંગ" વચ્ચે થઇ આ ડીલ