Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Budget 2023 - આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૩૪૧૦ કરોડની જોગવાઇ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (14:44 IST)
અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશકિતકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે.  ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે  જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો, પશુપાલન વગેરે માટે સહાય આપવામાં આવશે. 
 
 
શૈક્ષણિક ઉત્કર્ષ
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્કુલો મળી કુલ ૮૩૮ જેટલી શાળાઓના અંદાજીત ૧.૫ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે `૬૬૭ કરોડની જોગવાઈ.
કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે `૨૪૫ કરોડની જોગવાઈ.
૩ લાખ જેટલાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે `૫૨૦ કરોડની જોગવાઈ.      
પ્રિ-મેટ્રિકના અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે `૧૬૭ કરોડની જોગવાઈ.
ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે `૧૧૭ કરોડની જોગવાઈ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત કુલ ૫૨ (બાવન) આદિજાતિ તાલુકાના અંદાજે ૮ લાખ બાળકોને વિશિષ્ટ પોષણ માટે `૧૪૪ કરોડની જોગવાઈ.
આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયના અદ્યતન સુવિધા વાળા બાંધકામ માટે `૧૨૦ કરોડની જોગવાઇ.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે ૧૫ હજાર જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા, જમવા અને શિક્ષણ માટે `૪૦ કરોડની જોગવાઇ.
વિદ્યાસાધના યોજના હેઠળ ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૪૨ હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા  `૧૮ કરોડની જોગવાઈ. 
અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત `૨૩ કરોડની જોગવાઇ.
રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૧૦ કરોડની જોગવાઈ. 
 
 
આર્થિક  ઉત્કર્ષ
આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેશર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે `૨૯ કરોડની જોગવાઇ.
ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ.
સિંચાઇની સુવિધા વધારવા માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ સાથે લિફ્ટ ઇરિગેશન યોજનાથી અંદાજે ૧૨ હજાર આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે 
`૭૫ કરોડની જોગવાઇ.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિના ૧૫ હજાર જેટલા મહિલા પશુપાલકોને સહાય આપવા માટે `૩૪ કરોડની જોગવાઇ.
કૃષિ વૈવિધ્યીકરણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧ લાખ જેટલા ખેડૂતોને ઇનપુટ કીટ સહાય માટે `૩૦ કરોડની જોગવાઇ.
માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે 
`૧૫ કરોડની જોગવાઈ. 
પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની હોમ સ્ટે યોજના માટે `૯ કરોડની જોગવાઇ. 
 
અન્ય
આદિમજુથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય વગેરે સગવડો માટે `૧૩૪ કરોડની જોગવાઈ.
અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવતી વ્યક્તિગત આવાસ સહાય યોજના માટે `૬૪ કરોડની જોગવાઇ.
ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સિકલસેલ એનિમીયા જેવા રોગોથી ગ્રસ્ત વ્યકિતઓ માટે આર્થિક સહાય યોજના હેઠળ `૧૧ કરોડની જોગવાઈ.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments