Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલા મકાન પછી અનાજ અને હવે મોદી સરકાર આપશે Free Dish TV, જાણો કોને મળશે ફાયદો

Webdunia
શનિવાર, 7 જાન્યુઆરી 2023 (09:08 IST)
Free :  કેન્દ્રની મોદી સરકાર સામાન્ય જનતાને ઘણી સુવિધાઓ આપે છે. સરકારે પહેલાથી જ મફત રાશન યોજના, જરૂરિયાતમંદો માટે સરકારી આવાસ યોજના શરૂ કરી છે, હવે સરકારે સામાન્ય લોકોને વધુ એક સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે ફ્રી ટીવી જોવાની તક પણ આપી રહી છે. જેના માટે કેન્દ્ર સરકારે 2,539 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર દ્વારા સામાન્ય લોકોને ફ્રી ડીશ આપવામાં આવશે. જેની મદદથી સામાન્ય લોકો કોઈપણ ખર્ચ કર્યા વગર ટીવી જોઈ શકશે.
 
શું છે બીઆઈએનડી યોજના - આ નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનની સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા 2,539 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેના કારણે સરકાર દૂરદર્શન અને રેડિયોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને તેનો ફેલાવો કરવા માંગે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ અને નેટવર્ક ડેવલપમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ બીઆઈએનડી યોજના વર્ષ 2025-26 સુધી બહાર પાડી છે.
 
ફ્રી ડીશ ટીવી - આ યોજનાની મદદથી ડીડી અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને આ યોજના દ્વારા આધુનિક સ્ટુડિયો તેમજ હાઈ ડેફિનેશન બ્રોડકાસ્ટિંગનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે ડીડી પર દેખાતા તમામ શોની ગુણવત્તા પણ ઘણી સારી હશે. ટ્રાન્સમિશનમાં સુધારો થશે, સાથે જ સરકાર આ યોજના હેઠળ આઠ લાખ ઘરોમાં ફ્રી ડિશ ટીવી લગાવશે. સરકાર દ્વારા ફ્રી ડીશ ટીવી દેશના અંતરિયાળ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં લગાવવામાં આવશે. આ વિસ્તારોમાં ડીટીએચનું વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાની મદદથી, 80 ટકાથી વધુ વસ્તી ડિયોનો અવાજ અને ડીડીની ચેનલ પહોંચી શકશે. હાલમાં દેશમાં 28 પ્રાદેશિક ચેનલો સહિત 36 ટીવી ચેનલો D2H પર પ્રસારિત થાય છે.  આ યોજના હેઠળ તમે હવે આ ચેનલોને મફતમાં જોઈ શકશો.
 
મફત રાશન યોજના શું છે 
 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દરેક ગરીબ વ્યક્તિને 5 કિલો રાશન મફત આપવામાં આવે છે. આ યોજના કોરોનાના સમયથી ચાલી રહી છે. આ યોજના એટલે કે PMGKAY હેઠળ, 80 કરોડ ગરીબોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે. 
 
મફટ આવાસ યોજના શું છે
દેશના એવા નાગરિકો  જેમની પાસે પોતાનું મકાન નથી. એવા નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજના શરૂ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Exit Poll Results Live: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની બનશે સરકાર ? થોડી જ વારમાં આવશે એક્ઝિટ પોલના પરિણામ

Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?

સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો: શું ટૂંક સમયમાં મફત રાશન, વીજળી અને અન્ય યોજનાઓ બંધ થશે?

Woman passenger molested in flight - ફ્લાઈટમાં મહિલા મુસાફરની સાથે થઈ ગંદી વાત

આગળનો લેખ
Show comments