Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના વિકાસનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે એક હજાર ખેડૂતો હાઈકોર્ટ પહોંચ્યા

Webdunia
બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:22 IST)
કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે ગુજરાતના ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવા સામે હાઇકોર્ટમા અરજી કરાઇ છે. અરજીની સુનાવણી દરમ્યાન ૧ હજાર ખેડૂતોએ સોગંદનામું કરીને તેમની જમીન સંપાદન કરવાનો અધિકાર રાજય સરકારને નથી તે હકીકત દર્શાવી હતી. ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર સરકારનો ઉધડો લેતા અલ્ટિમેટમ આપ્યું હતું કે ૨૬મી તારીખે કેન્દ્ર સરકાર જમીન સંપાદન અંગે જવાબ રજૂ નહીં કરે તો કોર્ટ ફાઇનલ ઓર્ડર કરી દેશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમોને પણ ઘોળીને પી જતી કેન્દ્ર સરકાર સામે હાઈકોર્ટે લાલઆંખ કરી છે. આ અંગે વધુ સુનાવણી ૨૬મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

આંતરરાજય બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતના કુલ ૮ જિલ્લાના એક હજાર ખેડૂતોના સોગંદનામા પર વાંધા જોઇને હાઈકોર્ટે રાજય સરકારનો ઉધડો લીધો હતો. તમે કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છો.. તમારી રજૂઆતમાં માત્ર ૪-૭ ખેડૂતોના જ વાંધા હોવાનું જણાવ્યુ હતુ પરતું અહી મોટી સંખ્યામાં ખેડૂતોના સોંગદનામા કરવામાં આવ્યા છે. ખેડૂતો તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિાકે એવી દલીલ કરી હતી કે, એક કરતા વધુ રાજયો સાથે જોડાયેલા ૧ લાખ ૧૦ હજાર કરોડના દેશના સૌથી મોંઘા પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર છેલ્લા ૩ મહિના કરતા વધુ સમય થયો છતા ધરાર જવાબ રજૂ કરતી નથી, જીકા કંપનીની ગાઇડલાઇનનું પણ પાલન કરતી નથી. કેન્દ્ર સરકાર જવાબ રજુ નહી કરીને હાઈકોર્ટમાં કેસ આગળ ન ચાલે તે માટે પ્રયત્નો કરી રહી છે.
કેન્દ્ર કે રાજય સરકાર પાસે જમીન સંપાદન અંગે કોઇ મજબુત બચાવ નહી હોવાથી છેલ્લા હથિયાર તરીકે ખેડૂતોને કલેકટર દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. નવી શરત મુજબની જમીનો હોવાથી જમીન જપ્ત કરી લેવા બ્લેક મેઇલ કરવામાં આવી રહ્યા છે. જમીન સંપાદન નહીં કરે તો જપ્ત કરાશે તે પ્રકારની ધમકી આપવામાં આવી રહી છે.સુપ્રીમ કોર્ટનો ૧૦મી ઓગસ્ટે આદેશ છતા કેન્દ્ર સરકાર હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતી નથી. પરિણામે ખેડૂતો આવતીકાલે ફરીથી સુપ્રીમકોર્ટમાં જઇને તેમના હુકમનું પાલન કરાવવા દાદ માગશે.
ગુજરાતના ૮ જિલ્લામાંથી કુલ ૩ હજાર કરતા પણ વધુ ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જાપાન જશે અને કેન્દ્ર સરકાર દ્વારા તેમની સાથે થયેલા અન્યાય વિશે જાપાન ઇન્ટરનેશનલ કો.ઓપરેશન એજન્સીને ( જીકા) તમામ હકીકતો વિશે જાણ કરશે. જીકા સાથે કેન્દ્ર સરકારે કરેલા કરારમાં ખેડૂતો સાથે અન્યાય થશે તો કરાર રદ કરવાની પણ જોગવાઇ છે. તે અંગે ખેડૂતો જીકાને જાણ કરશેજાપાનની જીકા કંપની સાથે બુલેટ ટ્રેન માટે થયેલા કરારને પગલે બુલેટ ટ્રેમ માટે હજારો કરોડ રૂપિયાનો લોન લેવામાં આવી છે. પરતું જાપાને હજુ સુધી ૩૦૦ કરોડ કરતા વધુનો હપ્તો હજુ સુધી આપ્યો નથી

સંબંધિત સમાચાર

World Health Day Quotes - વિશ્વ આરોગ્ય દિવસ પર ગુજરાતી ક્વોટ્સ

World Health Day 2024: આજે વિશ્વ આરોગ્ય દિવસ, જાણો કેમ અને ક્યારે ઉજવાય છે વર્લ્ડ હેલ્થ ડે ? શુ છે આ વખતની થીમ ?

શું તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે અને તરસ લાગતી રહે છે તો ગરમી ઉપરાંત આ કારણ પણ હોઈ શકે

રોટલી બનાવતી વખતે ન કરશો આ ભૂલ નહિ તો તે પરિવારના સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક

ગુજરાતી રેસીપી - કેરી ફુદીનાની મીઠી ચટણી

Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી તસવીરો થઈ લીક

ગુજરાતી જોક્સ - મારી ઉમર 17 વર્ષ

ગુજરાતી જોક્સ - બંટી પછી શુ થયુ

ગુજરાતી જોક્સ - તમે મારા માતા

HBD Rupali Ganguli - ગોવિંદા-મિથુન ચક્રવર્તી સાથે મોટા પડદા પર કર્યો રોમાંસ, આજે છે ટીવીની TRP ક્વીન

આગળનો લેખ
Show comments