Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bank strike : આવતીકાલથી 3 દિવસ સુધી બેંક રહેશે બંધ, તમે કરી લીધા છે ને બધા કામ ?

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:21 IST)
દેશના બૅન્કકર્મીઓ 31 જાન્યુઆરીથી બે દિવસની હડતાળ પર ઊતરી રહ્યા છે. સમાચાર સંસ્થા 'યુનાઇડેટ ન્યૂઝ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર કર્મચારીઓ પગારવધારા સહિતની વિવિધ માગોને લઈને હડતાળ કરી રહ્યા છે. દેશભરમાંથી પબ્લિક સૅક્ટર યુનિટની નવ બૅન્કોનાં કર્મચારીમંડળોએ 'યુનાઇડેટ ફૉરમ ઑફ બૅન્ક ઍમ્પલૉયીઝ (યુએફબીયુ) 'ના નેજા હેઠળ આ બે દિવસની હડતાળનુ આયોજન કર્યું હોવાનું યુએફબીયુના રાજ્યસંયોજક દેવીદાસ તુલીજાપુરકરે પત્રકારોને જણાવ્યું છે.
 
તુલીજાપુરકરે ઉમેર્યું કે બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને પગારવધારો નવેમ્બર 2017થી ચૂકવાયો નથી. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન (આઈબીએ) દ્વારા આ મામલે અત્યંત મોડું કરાયું હોવાને લીધે કર્મચારીમંડળોએ પોતાની માગો સાથે હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું છે. અહીં એ વાત પણ નોંધવી રહી કે 31 જાન્યુઆરીથી સંસદના બજેટસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
 
શ્રમમંત્રાલય અને વાણિજ્યમંત્રાલય દ્વારા આ પહેલાં બૅન્કકર્મીઓને હડતાળ પર ન જવા માટે મનાવવા પ્રયાસ કરાયા હતા. જોકે, ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન અને યુએફબીયુ વચ્ચે સમાધાન થઈ શક્યું નહોતું.
 
બૅન્કકર્મીઓની માગ શી છે?
 
ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લૉયી ઍસોસિયેશનના એક અધિકારીએ 'લાઇવમિન્ટ'ને જણાવ્યું કે આઈબીએ ઇચ્છતું હતું આગામી વાતચીત સુધી હડતાળ ટાળી દેવામાં આવે. જોકે, મૅનેજમૅન્ટ તરફથી કર્મચારીઓની માગોને લઈને કોઈ પ્રતિબદ્ધતા ન દર્શાવાતા હડતાળનો રસ્તો અપનાવાયો હતો.
 
હડતાળને પગલે કેટલીય બૅન્કોએ પોતાના ગ્રાહકોને બે દિવસ માટે સેવા મેળવવામાં મુશ્કેલી પડવાની જાણ કરી દીધી છે. ભારતની સૌથી મોટી બૅન્ક - સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે હડતાળને પગલે બૅન્કનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલાં 8મી જાન્યુઆરીએ અપાયેલા 'ભારત બંધ'ને બૅન્કકર્મીઓએ સમર્થન આપતાં બૅન્કસેવાઓ ખોરવાઈ હતી.
 
કર્મચારીઓ 20%નો પગારવધારો માગી રહ્યા છે. જોકે, મૅનેજમૅન્ટ 12.25%થી વધુ વધારો આપવા માટે તૈયાર નથી. આ ઉપરાંત બૅન્કકર્મીઓ અઠવાડિયાના પાંચ દિવસ કામ, મૂળ પગાર સાથે ખાસ ભથ્થું ભેળવી દેવાની માગ પણ કરી રહ્યા છે. કર્મચારીઓની માગ નહીં સંતોષવામાં આવે તો આગામી 11 માર્ચથી ત્રણ દિવસની હડતાળ યોજવાની અને 1 એપ્રિલથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments