Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care - બ્રેસ્ટને સુડોળ અને આકર્ષક બનાવવા માટે ટિપ્સ

Webdunia
સુંદર બ્રેસ્ટ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે સાથે મહિલાઓમાં છુપાયેલા આત્મવિશ્વાસને પણ બહાર કાઢે છે. એટલા માટે જ ઘણી મહિલાઓ પોતાના આ કર્વને મેન્ટેન કરવા માટે ઘણાં ઉપાયો કરતી હોય છે. ઘણી મહિલાઓ આકર્ષક લૂક અને અપીલ મેળવવા માટે અલગ-અલગ પ્રકારની બ્રા પહેરવી પસંદ કરે છે. પછી તે પેડેડ બ્રા હોય કે અંડરવાયર, તે બ્રેસ્ટને આકર્ષક શેપ અને સાઇઝ પ્રદાન કરે છે. ઉંમરના કોઇપણ મુકામમાં મહિલાઓ સ્તનના આકાર અને સાઇઝની સમસ્યા સામે ઝઝૂમી શકે છે. બ્રેસ્ટ ફેટી ટિશ્યુમાંથી બનેલા હોય છે અને આ ટિશ્યુની પ્રવૃત્તિ હોય છે કે તે વર્ષભરમાં શિથિલ થવા લાગે છે. પણ બ્રેસ્ટ લૂઝ હોવાના અન્ય પણ મુખ્ય કારણો છે જેમ કે બ્રેસ્ટફીડિંગ, ખોટી બ્રા પહેરવી અને વૃદ્ધત્વ. જો તમે યોગ્ય કેર કરશો તો બ્રેસ્ટ લૂઝ થવાની સ્થિતિ નહીં આવે.

આ રીતે કરો બ્રેસ્ટ કેર -

1. ફિટ બ્રા પહેર ો - ફિટ બ્રા પહેરવાથી બ્રેસ્ટની સાઇઝ યોગ્ય થાય છે અને શેપમાં પણ ઘણો સુધારો આવે છે. તમારી સાઇઝ યોગ્ય રીતે ચકાસી લો અને પછી તેને સપોર્ટ કરનારી બ્રા ખરીદો, ટાઇટ બ્રા ન ખરીદશો કારણ કે તે બ્રેસ્ટના ટિશ્યુ સુધી પહોંચનારા લોહીના ભ્રમણને ઓછું કરી દેશે. હંમેશા કપ અને સ્ટેપને ચકાસી લો કે ક્યાંક તે ઢીલા તો નથી પડી રહ્યાં ને.

2. સ્પોર્ટ બ્રા - જ્યારેપણ વર્કઆઉટ કરો ત્યારે હંમેશા સ્પોર્ટ્સ બ્રા જ પહેરો. બાઉન્સિંગ થવાને કારણે બ્રેસ્ટની સાઇઝ પર અસર પડી શકે છે. બ્રેસ્ટ ઢીલા ન પડે તે માટે હંમેશા ટાઇટ અને ફિટેડ સ્પોર્ટ્સ બ્રા પહેરવાથી તે હંમેશા શેપમાં રહેશે.

3. મસાજ - મસાજ કરવાથી તમારી બ્રેસ્ટ સાઇઝમાં વધારો થશે સાથે તે લટકી જવાથી પણ બચશે. તમારા કર્વી બોટમને શેપમાં રાખવા માટે તેની મોઇશ્ચ્યુરાઇઝર કે બ્રેસ્ટ ક્રીમથી માલિશ કરો.

4. અંડરવાયર બ્રા - તમારા બ્રેસ્ટને લિફ્ટ કરાવવા માટે ક્યારેક ક્યારેક તમે અંડરવાયર બ્રા પણ પહેરી શકો છો. બ્રા કપની નીચે લાગેલા તાર બ્રેસ્ટને યોગ્ય રીતે ઉઠાવે છે અને શેપમાં રાખે છે. ધ્યાન રહે કે રાતે ઊંઘતા પહેલા આ બ્રા કાઢી લો.

5. એક્સરસાઈઝ - પુશ અપ, ચેસ્ટ ફ્લાય અને ડમબેલ એક્સરસાઇઝ તમારી બ્રેસ્ટની સાઇઝ યોગ્ય કરી શકે છે.જરૂરી છે કે તમે એક્સરસાઇઝ કોઇપણ વિલંબ વગર દરરોજ કરો. આ વ્યાયામથી છાતીના સ્નાયુઓનું નિર્માણ થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments