Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરબા-રાસ - ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના

Webdunia
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
 
ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ
 
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
 
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

અદભૂત નજારા સાથે થઈ અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગની શરૂઆત, ઓરીએ બતાવી સુંદર ઝલક

'બીવી નંબર 1'ના 25 વર્ષ પૂરા થતા જેકી ભગનાનીએ પત્ની રકુલ પર વરસાવ્યો પ્રેમ, વીડિયો શેર કરીને કહી આ વાત

કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

Show comments