ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોઈ રહી ... હો હો 2
મારો નાવલિયો આવ્યો મોરી સૈયર
મારો નાવલિયો આવ્યો રે લોલ
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
જેની હુ પ્રેમ દિવાની સૈયર
જેની હુ પ્રેમ દિવાની રે ..2
ભાલો મારો પ્રીતમ
આવ્યો મોરી સૈયર
વ્હાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ