X
✕
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે
Webdunia
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે,
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1
મા સોળ સજ્યા શણગાર મહાકાળી રે,
માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2
માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે.
માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3
માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી રે,
માને દશે આંગળીએ વેઢ પાવાવાળી રે. 4
માને ઝાલને ઝુમણું શોભતું મહાકાળી રે,
માને કંઠે એકાવન હાર પાવાવાળી રે. 5
માને નાકે નકવેસર શોભતું મહાકાળી રે,
માને ટિલડી તપે લલાટ પાવાવાળી રે. 6
માએ સેંથો ભર્યો સિંદુરનો મહાકાળી રે,
માને ચોટલે વસિયલ નાગ પાવાવાળી રે. 7
મા ચોસઠબેનડી તેડાવશું મહાકાળી રે,
મા સાથે કેવળ વીર પાવાવાળી રે, 8
મા ફૂલના દડા હાથમાં મહાકાળી રે.
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 9
મા પાટણ પરગણું તાહરૂં મહાકાળી રે,
મા ગુર્જર ખંડમાં ગામ પાવાવાળી રે. 10
મા શંખબલપુર સોહામણું મહાકાળી રે,
માનો મધ્યે પુર વાસ પાવાવાળી રે. 11
મા સર્વ મળીને કરી સ્થાપના મહાકાળી રે,
માને માનસરોવર પાળ પાવાવાળી રે. 12
મા કૂકડીયાને સજ કર્યા મહાકાળી રે,
મા થયાં તે ઘોડી સવાર પાવાવાળી રે. 13
મા કેસરી વાઘા પહેરીયા મહાકાળી રે,
મા ભમ્મર ભાલું હાથ પાવાવાળી રે. 14
મા રમતાં રમતાં નિસર્યાં મહાકાળી રે,
આવ્યાં માનસરોવર પાસ પાવાવાળી રે. 15
મા સાથે લશ્કર ચાર ટુકડી મહાકાળી રે,
ખીરદાળી બહુચર માત પાવાવાળી રે. 16
મા માનસરોવર તલાવડી મહાકાળી રે,
તેમાં ભરિયાં નિર્મળ નીર પાવાવાળી રે. 17
મા ઊતારીને કીધાં પોતિયાં મહાકાળી રે,
માએ નાહીને પીધું નીર પાવાવાળી રે. 18
મા ઘોડીનો ઘોડો થયો મહાકાળી રે,
મા સ્ત્રી માંથી પુરુષપાવાવાળી રે. 19
માનો પટંતરો ત્યાંથી થયો મહાકાળી રે,
માનો પૃથ્વીમાં મહિમાય પાવાવાળી રે. 20
ઘણા હિન્દુ કેરા દેવતા મહાકાળી રે,
ખીરદાળી બહુચર માય પાવાવાળી3 રે. 21
મા લીલા તે નેજા ફરફરે મહાકાળી રલે,
આવી મુગલ કેરી ફોજ પાવાવાળી રે. 22
મા બહુચરમા એમ બોલીયાં મહાકાળી રે,
અલ્યા મા લઈશ મારૂં નામ પાવાવાળી રે. 23
મા મુગલે વાત મનમાં ધરી મહાકાળી રે,
ચડી મુગલો કેરી ફોજ પાવાવાળી રે. 24
મા બહુચર માના મરઘલા મહાકાળી રે,
તે તળિયા તવા માંય પાવાવાળી રે. 25
મા કૂકડિયા ભોજન કીધાં મહાકાળી રે,
પછી ચડી તે માને રીસ પાવાવાળી રે, 26
મા મૂઆ તે મૃગલા બોલ્યા મહાકાળી રે,
પછી આઈ થયાં અસ્વાર પાવાવાળીરે. 27
મા ત્રિશૂળ લીધું હાથમાં મહાકાળી રે,
મા કીધો અસુર તણો નાશપાવાવાળી રે. 28
મા કૂદી ઘોડો મારીયો મહાકાળી રે,
મા હાથી પાડયો એક પાવાવાળી રે. 29
મા મોટો મુગલ એક મારીઓ મહાકાળી3 રે,
બીજા મુગલોનો નહિ પાર પાવાવાળી રે. 30
મા બળ કરી મુગલ મારીઆ મહાકાળી રે,
માર્યો બાદશાહનો ભાણેજ પાવાવાળી રે. 31
મા સામે થયું સઉ એકઠું મહાકાળી રે,
મા ચાલ્યાં તે મુગલ પાસ પાવાવાળી રે. 32
તેં મારૂં તે વાર્યું નવ કર્યું મહાકાળી રે,
તેં હાથે વસાવ્યું વેર પાવાવાળી રે. 33
ત્યાં હાથ જોડીને આવિયા મહાકાળી રે,
માને લળી લળી લાગ્યા પાય પાવાવાળી રે. 34
મા સોનાના ઘડાવું કુકડા મહાકાળી રે,
મા લાવું મંડપ માંય પાવાવાળી રે. 35
મા તારૂં દેવળ ફરી ચણાવશું મહાકાળી રે,
મા ઉપર ધોળી ધજાય પાવાવાળી રે. 36
મા તારો ચાચર સાધશું મહાકાળી રે,
કહે વલ્લભ કોડે બાંધશું પાવાવાળી રે. 37
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
વધુ જુઓ..
જરૂર વાંચો
આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા
રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ
કોર્ન સાગ રેસીપી
Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...
Kids story- ગોલીની પસંદ
વધુ જુઓ..
નવીનતમ
જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો
શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati
Show comments