Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનું અભયારણ્ય - જાંબુઘોડા ...

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (11:26 IST)
જંગલો, ઝરણાં, નદીનાળાં, ધોધ, તળાવો, જૂના જમાનાના અવશેષો, મંદિરો આવાં સ્થળોએ ફરવાની મઝા કંઇ ઓર જ છે. 
 
ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે. 
જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે.  કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. રસ્તો સાંકડો અને ઠીકઠીક છે પણ ગાડી જઈ શકે એવો છે. અહીં બાંધેલા ડેમથી પાણીનું બહુ જ મોટું વિશાળ સરોવર રચાયું છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. નિઃશબ્દ વાતાવરણ છે. ડેમ આગળ ઉભા રહીને કુદરતનો આ નઝારો જોવાનું ગમે એવું છે.  
 
જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજોની વ્યવસ્થા છે. ચાંપાનેર અને પાવાગઢ સારી રીતે જોવું હોય તો બે દિવસ ફાળવવા જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

Makki Roti - સ્વાસ્થ્ય માટે વરદાન છે શિયાળાની રાણી મકાઈની રોટલી, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ લાભકારી

Baby Names: તમારા કુળ દિપક માટે અહીથી પસંદ કરો ભગવાન વિષ્ણુથી પ્રેરિત શક્તિશાળી નામ, સાથે જ જાણો દરેક નામનો અર્થ

આગળનો લેખ
Show comments