Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આ વખતે ૬૮૭ 'થર્ડ જેન્ડર' મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત
Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (12:52 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૪.૩૩ કરોડ નાગરિકો પોતાના બહુમૂલા મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ વખતે ૪.૩૩ કરોડમાંથી ૬૮૭ મતદાતાનો 'અન્ય' વિભાગ એટલે કે થર્ડ જેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે થર્ડ જેન્ડર વિભાગમાં આવતા મતદારોનું પ્રમાણ માત્ર ૧૭૬ હતું. આમ, આ વખતે તેમાં અંદાજે પાંચ ગણો વધારો નોંધાયો છે તેમ પણ કહી શકાય. આ વખતે અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૧૦૧ મતદાતા થર્ડ જેન્ડરમાં સામેલ છે.

અમદાવાદ જિલ્લમાંથી નરોડામાં સૌથી ૨૨, વેજલપુર-બાપુનગરમાંથી ૧૧-૧૧, ધંધુકામાંથી ૭, સાબરમતી-વીરમગામ-ઠક્કરબાપા નગરમાંથી ૬-૬ મતદાતા થર્ડ જેન્ડરમાં છે. આ સિવાયના મતક્ષેત્રમાં સાણંદ-નિકોલમાં ૪, અમરાઇવાડી-દરિયાપુરમાં ૩-૩, અસારવા-એલિસબ્રિજ-નારણપુરા-મણિનગરમાં બે-બે જ્યારે ઘાટલોડિયા-ધોળકા-દસ્ક્રોઇ, જમાલપુર ખાડિયા-વટવામાં ૧-૧ મતદાતાએ થર્ડ જેન્ડર કેટેગરીમાં પોતાને સામેલ કર્યા છે. બીજી તરફ કચ્છ, ડાંગ, વલસાડ, ગીરસોમનાથ એવા જિલ્લા છે કે જ્યાં થર્ડ જેન્ડર વિભાગમાં કોઇ મતદાતા નથી. જે નાગરિક પોતાને પુરુષ કે મહિલામાં સામેલ કરવા માગતો ન હોય તેમને 'અન્ય'માં ગણવાની સૌપ્રથમ શરૃઆત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે કરવામાં આવી હતી. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭૬ નાગરિકોએ તેમને 'અન્ય'માં સામેલ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં અમદાવાદમાંથી ૭નો સમાવેશ થતો હતો. આ વખતે અમદાવાદમાં આંક વધીને ૧૦૧ થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં થર્ડ જેન્ડર કેટગેરીમાં આવતા હોય તેવા ૭૭ મતદાતા છે. વડોદરામાંથી રાવપુરામાં સૌથી વધુ ૩૬, અકોટામાં ૨૩, કરણજણમાં ૧૨ મતદાતા થર્ડ જેન્ડરમાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments