બિહાર - બેગુસરાયનાં સિમરિયા ઘાટ પર કાર્તિક પૂર્ણિમાના સ્નાન દરમિયાન ભાગદોડ, 4ના મોત
, શનિવાર, 4 નવેમ્બર 2017 (10:34 IST)
આજે જ્યા એક બાજુ આખા દેશમાં કાર્તિક પૂર્ણિમા પર શ્રદ્ધાળુઓએ ગંગા ઘાટ પર પૂજા અર્ચના કરીને ગંગા સ્નાન કર્યુ. બીજી બાજુ બિહારના બેગુસરાયમાં આ દરમિયાન ભાગદોડ મચી ગઈ. જેમા ત્રણ મહિલાઓના મોત થઈ ગયા અને અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના થતા જ ત્યા અફરાતફરી મચી ગઈ.
ભાગદોડ પછી લોકોએ ખુદ જ બચાવ કાર્ય શરૂ કરી દીધુ. આ દરમિયાન મહિલાઓ અને બાળકો ગભરાય ગયા. માહિતી મુજબ આ દુર્ગઘટનામાં ઘાયલોને આસપસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સિમરિયા થાના અધ્યક્ષ રાજરત્નએ ત્રણના મરવાની ચોખવટ કરી છે મરનારાઓમા ત્રણેય મહિલાઓ છે. એક મહિલા નાલંદા જીલ્લાના સુંદરપુર ગામની કંચન દેવી બતાવાય રહી છે. અન્ય બે ની ઓળખ થઈ શકી નથી.
ઉલ્લેખનીય છે કે બિહારમાં ગંગા ઘાટ પર કાર્તિક પૂર્ણિમાના અવસર પર લાખો શ્રદ્ધાળુ સ્નાન માટે એકત્ર થયા છે. કાર્તિક પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસ ગંગા સ્નાન-દાન માટે શ્રેષ્ઠ ગણાય છે. સમગ્ર ઉત્તર ભારતની સાથે સાથે બેગુસરાયમાં પણ લોકો ગંગા તટ પર ભેગા થાય છે. આવામાં લાખો લોકો બેગુસરાયના ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે આજે ભેગા થયા હતાં. આ દરમિયાન અચાનક ભાગદોડ મચી. આ ભાગદોડમાં 3 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયાં.
જિલ્લા પ્રશાસન અને પોલીસ રાહતકાર્યમાં લાગી છે. કયા કારણે ભાગદોડ મચી તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ જારી છે
આગળનો લેખ