Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના આક્ષેપ સામે કોંગ્રેસે જાહેર કરી ભાજપના ૩૦ કલંકિત નેતાની યાદી

ભાજપના આક્ષેપ સામે કોંગ્રેસે જાહેર કરી ભાજપના ૩૦ કલંકિત નેતાની યાદી
, મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (16:34 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં નિવેદન સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના ૩૦ જેટલા નેતાઓની યાદી જાહેર કરતાં અમતિ શાહને જનરલ ડાયર ગણાવી કહ્યું કે, તેઓ ઈતિહાસ ભૂલી ગયા છે જ્યારથી તોફાન કરાવનારા(ભાજપ) સત્તામાં આવ્યો છે ત્યારથી રાજ્ય કર્ફ્યુ મુક્ત બન્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ આકરી પ્રતિક્રિયા સાથે અમિત શાહથી માંડીને રાજ્ય સરકારમાં ઉચ્ચ પદ પર બેઠેલાં કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો અને સાંસદોની યાદી જાહેર કરતાં કહ્યું કે, ચાલ, ચરિત્ર અને ચલનની વાતો કરનારા ભાજપનો અસલી ચહેરો આનાથી ઉજાગર થાય છે. કચ્છના ચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કાંડમાં કચ્છ અને ગુજરાતના પોતાના કેટલા નેતાઓ સંડોવાયેલાં છે તે ભાજપ જાણે જ છે.
ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા માટે ગાંધીજીએ શહીદી વહોરી હતી જ્યારે ભાજપ તેના એક પણ નેતા બતાવે જેણે આંગળી પણ કપાવી હોય! કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાતને વીજ ઉત્પાદન માટે રૂ. ૫૦ હજાર કરોડ આપ્યા હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, આમ છતાં ભાજપના શાસનમાં એક મે.વો.વીજળીનું ઉત્પાદન વધ્યું નથી. કોંગ્રેસે પાણીના ડેમ સહિતની અનેક મિલકતો રાજ્યની પ્રજાને ભેટ આપી જ્યારે ભાજપે અનેક મિલકતો વેચીને ભ્રષ્ટાચાર આચર્યો છે. ગુજરાતને ભાજપથી મુક્ત કરાવવા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને યુવા નેતાઓ મેદાને પડ્યા હોવાનું જણાવી તેમણે એક સવાલના જવાબમાં ઉમેર્યું હતું કે, ભાજપ ચૂંટણીમાં એનસીપી અને ઔવેશીને પણ મેદાનમાં ઉતારશે પરંતુ ગુજરાતની જનતાના આશીર્વાદ માત્ર કોંગ્રેસને જ મળશે.

અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેલમાં જઈ આવ્યા
આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી તેમની પુત્રી અનારનું જમીન કૌભાંડ
બાબુ બોખીરિયા કેબિનેટ મંત્રી રાજ્યના ખાણ માફિયા
શંકર ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી વિ.સભામાં અશ્લિલ વીડિયો જોવો, બોગસ ડિગ્રી, ચારણકા પ્રોજેક્ટમાં કથિત સંડોવણી
પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
દિલીપ પટેલ સાંસદ ચરોતર બેંક ડૂબાડી, પોલીસને જાહેરમાં ધમકી આપવી
પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ૪૦૦ કરોડના મત્સ્યોદ્યોગ કૌભાંડમાં સામેલ
સૌરભ પટેલ પૂર્વ મંત્રી GSPCના ૨૦ હજાર કરોડના કૌભાંડમાં સામેલ, સોલર એનર્જી કૌભાંડના સૂત્રધાર
વિઠ્ઠલ રાદડિયા સાંસદ ફાયરિંગ કરીને ધમકી આપવી, નોટબંધી પછી રાજકોટ બેંકમાં જમા નાણાંમાં કથિત સંડોવણી
પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ માફિયાગીરી અને દારૂના બુટલેગર
જેઠા ભરવાડ ધારાસભ્ય ગુનાખોરીમાં સામેલ, અસંખ્ય ગુનાઓમાં સંડોવણી.
દીનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ મર્ડર સહિત અનેક ગુનાના આરોપી.
દિલીપ સંઘાણી પૂર્વ મંત્રી મત્સ્ય, રોડ કોન્ટ્રાક્ટ કૌભાંડ ઉપરાંત સહકારી બેંકોમાં કથિત કૌભાંડના માસ્ટરમાઈન્ડ
કાંતિ અમૃતિયા ધારાસભ્ય મર્ડરના ગુનામાં જેલ જવું પડ્યું હતું.
ભવાન ભરવાડ પૂર્વ ધારાસભ્ય ધાકધમકી સહિતના ગુનાઓમાં સામેલ.
દેવજી ફત્તેપરા સાંસદ કરોડથી વધુની છેતરપિંડી.
મોહન કુંડારિયા સાંસદ બાળકોની પીઠ પર ચાલનારા-ચાઈલ્ડ એક્ટનો ભંગ
સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી બોગસ ડિગ્રી કાંડ
અરૂણ જેટલી કેન્દ્રીય મંત્રી ગુજરાતના નાણાં ડૂબાડનાર માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરનારા.
વિનોદ ચાવડા સાંસદ નલિયા દુષ્કર્મમાં મહિલાવિરોધી માનસ.
જયંતી ભાણુશાળી પૂર્વ ધારાસભ્ય કચ્છના હાલના ચર્ચાસ્પદ કેસમાં ઉછળતું નામ.
સી.આર.પાટીલ સાંસદ સુરતની ડાયમંડ જ્યુબિલી બેંકનું ઉઠમણું કરનાર, ધાકધમકીના ગુનામાં સામેલ.
ગણપત વસાવા કેબિનેટ મંત્રી ધમકી આપીને લોકોને ડરાવવાની લોકોમાં ચર્ચા
વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી, ધારાસભ્ય ભત્રીજીને નિયમો નેવે મૂકી એડમિશન અપાવનાર.
કરસન ઓડેદરા પૂર્વ ધારાસભ્ય અપહરણ, ધમકી સહિતના ગુનાઓના આરોપી.
બાબુભાઈ જમનાદાસ ધારાસભ્ય જમીન છેતરપિંડીના કેસ.
બાબુ કટારા પૂર્વ સાંસદ કબૂતરબાજીના આરોપી.
રાજેશ ચુડાસમા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
નારણ કાછડિયા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
પ્રભુ વસાવા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી રેતખનન માફિયાગીરીમાં સામેલ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહના ઇશારે હાર્દિક પટેલના 267 સાથીઓની ખાનગી માહિતી એકત્ર કરાઇ