Dharma Sangrah

અર્જુન મોઢવાડિયાએ ઈવીએમ મશીન બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (12:16 IST)
અર્જુન મોઢવાડિયા મતદાન માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે EVM બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. મોઢવાડિયાએ EVMમાં ચેડાની ફરિયાદ સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.પોરબંદરથી ચૂટણી મેદાનમાં ઉતરેલા મોઢવાડિયાની સામે ભાજપે બાબુભાઈ બોખિરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી બન્ને દિગ્ગજો આમને-સામને હોવાથી આ બેઠક પર જબરજસ્ત રાજકિય જંગ થવાનો છે તેમ માનવામાં આવી રહ્યું છે.અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચને સ્ક્રીન શોર્ટ સાથે ફરિયાદ કરી છે. તો ભાજપે આ ફરિયાદની સામે જવાબ આપ્યો છે. ભાજપના નેતા ભાવનાબેને સ્થાનિક ટીવી ચેનલના ટોકશોમાં જણાવ્યું કે, EVMને ટેક્નીકલી ચેક કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે તેઓ ક્યાં ગયા

હતા.મોઢવાડિયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરીને ભાજપ પર વાર કરીને જીતનો વિશ્વાસ પણ મૂક્યો છે. મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપના અહંકાર સામે કોંગ્રેસનો વિજય થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

વધુ જુઓ..

નવીનતમ

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

આગળનો લેખ
Show comments