Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગલ પાંડે - અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2023 (07:05 IST)
અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારીના રૂપમાં જાણીતા મંગલ પાંડેએ પહેલીવાર 'મારો ફિરંગી કો'ને નારો આપીને ભારતીયોને હિમંત આપી હતી. તેના વિદ્રોહથી જ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ હતી.  29 માર્ચ 18 1857ના રોજ મંગલ પાંડેએ અંગ્રેજો વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમણે કલકત્તા પાસે બૈરકપુર પરેડ મેદાનમાં રેજીમેંડના ઓફિસર પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. તેમને એવો અહેસાસ થયો કે યૂરોપીય સૈનિક ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે.   ત્યારબાદ તેમને આ પગલુ ઉઠાવ્યુ હતુ. તે ઈસ્ટ ઈંડિયા કંપનીમાં સૈનિકના રૂપમાં ભરતી થયા હતા. પણ પછી તેમણે બ્રિટિશ અધિકારીઓના ભારતીયો ઉપરના અત્યાચારને જોઈને અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. 
 
મંગલ પાંડેના વિદ્રોહનુ તત્કાલીન કારણ 
 
અંગ્રેજ અધિકારીઓ  દ્વારા ભારતીય સૈનિકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ભારતીય સૈનિકોને એવી બંદૂકો આપવામાં આવી હતી. જેમાં કારતૂસ ભરવા માટે તેમને દાંતથી ખોલવા પડતા હતા. . આ નવી એનફિલ્ડ બંદૂકની નળીમાં દારૂગોળો ભરીને કારતૂસ નાખવી પડતી હતઈ. આ કારતૂસ જેને દાંત વડે કાપવાની તી તેના ઉપરના ભાગમાં ચરબી રહેતી હતી. એ સમયે ભારતીય સૈનિકોમાં આ અફવા ફેલાઈ કે કારતૂસની ચરબી સુઅર અને ગાયના માંસથી બનાવેલ હોય છે. દાંતથી કાપવાના કારતૂસમાં તેના ઉપરના ભાગમાં ચરબી હતી. તે સમયે ભારતીય સૈનિકોમાં એક અફવા ફેલાઈ હતી કે કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી હતી.  આ બંદૂકો 9 ફેબ્રુઆરી 1857 માં સૈનિકોને આપવામાં આવી હતી. જ્યારે ઉપયોગ કરવા તેમને મોઢુ લગાડવાનુ  કહેવામાં આવ્યુ તો મંગલ પાંડેએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો. તે પછી બ્રિટીશ અધિકારીઓ ગુસ્સે થયા. ત્યારબાદ 29 માર્ચ, 1857 ના રોજ તેમને સેનામાંથી બહાર કરવા તેમના યુનિફોર્મ અને બંદૂક પરત લેવાનો ઓર્ડર સંભળાવવામાં આવ્યો.  એ દરમિયાન બ્રિટિશ અધિકારી હેઅરસેય તેમની તરફ આગળ વધ્યો પણ મંગલ પાંડેએ તેના પર હુમલો કર્યો. તેમને મિત્રોને મદદ કરવાનુ કહ્યુ પણ કોઈ આગળ ન આવ્યુ. છતા પણ તેઓ અડગ રહ્યા.  તેમને અંગ્રેજ ઓફિસર પર ફાયર કર્યુ. જ્યારે કોઈ ભારતીય સૈનિકોએ સાથ ન આપ્યો તો તેમને ખુદ પર પણ ગોળી ચલાવી. જો કે તેઓ માત્ર ઘાયલ જ થયા. પછી અંગ્રેજોએ તેમને પકડી લીધા. 6 એપ્રિલ 1857ના રોજ તેમનુ કોર્ટ માર્શલ કરવામાં આવ્યુ અને 8 એપ્રિલના રોજ તેમને ફાંસી આપવામાં આવી. 
 
તેમની ફાંસી પછી સમગ્ર ઉત્તર ભારતમાં વિદ્રોહ ફેલાયો 
 
મંગલ પાંડેએ બૈરકપુરમાં બ્રિટિશરો સામે બિગલ ફૂંક્યુ હતુ, જે જંગલની આગની જેમ ફેલાવવા માંડ્યુ.  વિદ્રોહની ચિનગારી મેરઠની છાવણી સુધી પહોંચી ગઈ હતી. 10 મે 1857 ના રોજ, ભારતીય સૈનિકોએ મેરઠની છાવણીમાં બળવો કર્યો. અનેક છાવણીઓમાં ઈસ્ટ ઈંડિયા કંપની વિરુદ્ધ ગુસ્સો ઉગ્ર થઈ ગયો  હતો, આ બળવો સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાયો. ઇતિહાસકારોનું કહેવું છે કે બળવો એટલો ઝડપથી ફેલાયો હતો કે મંગલ પાંડેને ફાંસી 18 એપ્રિલના રોજ આપવાની હતી પરંતુ 10 દિવસ પહેલા 8 એપ્રિલે જ આપી દેવામાં આવી.  એવું કહેવામાં આવે છે કે બૈરકપોર છાવણીના તમામ જલ્લાદીઓએ મંગલ પાંડેને ફાંસી આપવાની ના પાડી હતી. ફાંસી આપવા માટે બહારથી જલ્લાદ બોલાવવામાં આવ્યો હતો. 1857 ની ક્રાંતિ એ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો. જેની શરૂઆત મંગલ પાંડેના વિદ્રોહથી થઈ હતી.
 
કોણ હતા મંગલ પાંડે 
 
અમર શહીદ મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જીલ્લાના નગવામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનુ નામ દિવાકર પાંડે અને માતાનુ નામ અભય રાની હતુ. જો કે અનેક ઈતિહાસકારોએ બતાવ્યુ છે કે તેમનો જન્મ ફૈજાબાદ જીલ્લાના અકબરપુરા તહસીલના સરહુરપુર ગામમાં થયો હતો. તે 1849ના રોજ ઈસ્ટ ઈંડિયા કંપનીની સેનામાં ભરતી થયા. તેમને બૈરકપુરની સૈનિક છાવણીમાં 34મી બંગાલ નેટિવ ઈંફેંટ્રીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ પગપાળા સેનાના 1446 નંબરના સિપાહી હતા. તેઓ ખૂબ લગનશીલ હતા અને  ભવિષ્યમાં મોટુ કામ કરવા માંગતા હતા.  . મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બની ચુકી છે.   મંગલ પાંડે - ધ રાઇઝિંગ સ્ટાર નામની 2005માં બનેલ હિન્દી ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેમનુ પાત્ર ભજવ્યું હતું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments