ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે.
આ દિવસે યીશુએ ધરતી પર વધી રહેલ અત્યાચાર અને પાપ માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. તેથી ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. અનેક લોકો તેને બ્લેક ફ્રાઈડે પણ કહે છે.
ઈશુને શૂળી પર કેમ લટકાવવામાં આવ્યા હતા
લગભગ બે હજાર વર્ષ પહેલા યુરુશલમના ગૈલિની શહેરના નાસરત નિવાસી ઈસા યુવા થતા લોકોને માનવતા, ભાઈચારો, એકતા અને શાંતિનો ઉપદેશ આપીને લોકોમાં પરમપિતા પરમેશ્વરમાં આસ્થા જગાવવા લાગ્યા. તે ખુદને ઈશ્વરનો પુત્ર કહેતા હતા અને પરમેશ્વરના રાજ્યનુ આગમન અને સ્થાપનાની વાતો કરતા હતા. તેમણે ધાર્મિક, અંધવિશ્વાસ ફેલાવનારા ધર્મગુરૂઓને માનવજતિના શત્રુ ગણાવ્યા. ઈસાની લોકપ્રિયતા દિવસો દિવસ વધતી જઈ રહી હતી. તેમના સંદેશાઓથી પરેશાન થઈને ધર્મગુરૂઓએ રોમના શાસક પિલાતુસના કાન ભરવા શરૂ કર્યા કે ખુદને ઈશ્વરપુત્ર બતાવવુ ભારે પાપ છે અને તે પરમેશ્વરના રાજ્યની વાતો કરે છે. ત્યારબાદ ઈસા પર ધર્મ અને રાજ્યની અવમાનનાનો આરોપ લગાવીને તેમને ક્રૂસ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો.
ક્રૂસ પર લટકાવતા પહેલા ઈસાને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી. તેમના માથા પર કાંટાનો તાજ મુકવામાં આવ્યો. ક્રૂસને પોતાના ખભા પર ઊંચકીને લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોડા અને ચાબુકથી માર મારવામાં આવ્યો. તેમના પર થૂંકવામાં આવ્યુ. પિત્ત ભેળવેલી દારૂ પીવવા માટે આપવામાં આવી અને છેવટે બે અપરાધીઓ સાથે શૂળી પર નિર્દયતા પૂર્વક ખીલ્લીઓથી ઠોંકી દેવામાં આવ્યા હતા.
મરતા પહેલા યીશુના આ હતા અંતિમ શબ્દો
જે સ્થાન પર ઈસાને સલીબ પર ચઢાવવામાં આવ્યા હતા. બાઈબલ મુજબ એ સ્થાન ગોલગોથા નામના એક ઊંચી ટેકરી(ટીલો) હતો. જ્યારે ઈસા પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે તેમને ઊંચા અવાજથી પરમેશ્વરને અવાજ લગાવ્યો અને કહ્યુ - હે પિતા ! હુ મારી આત્માને તારા હાથમાં સોંપૂ છુ. આવુ કહેવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા.
ઈશુના પ્રાણ ત્યજતી સમયે આ ઘટનાઓ બની હતી
બાઈબિલના મુજબ ઈસા મસીહ છ કલાક સુધી સલીબ પર લટકતા રહ્યા અને યાતના સહન કરતા રહ્યા. તેમના સલીબ પર ચઢાવવાના અંતિમ કલાક દરમિયાન બપોરથી અપરાહ્ય 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારુ છવાયેલુ રહ્યુ અને જ્યારે કે ચીસ પછી ઈસા મસીહએ પોતાના પ્રાણ ત્યજી દીધી ત્યારે એ સમયે એક ભૂકંપ આવ્યો હતો. જ્યારે કબરો તૂટીને ખુલી ગઈ અહ તી અને પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો.
ગુડ ફ્રાઈડેનુ મહત્વ
ઈસાઈ ધર્માવલમ્બિયો માટે ગુડ ફ્રાઈડેનુ વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જેને 'લેંટ' કહેવામાં આવે છે તો કોઈ ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર(પ્રાર્થના) કરે છે. આ દિવસ પ્રભુ ઈસાના ઉપદેશો અને તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે. સલીબ પર લટકતા ઈસએ જે અંતિમ વાત કહી હતી, એ તેમને ક્ષમાની શક્તિની અન્યતમ મિસાલ છે. સલીબ પર લટકાવ્યા પછી મૃત્યુ પહેલા તેમના માર્મિક અને હ્રદયગ્રાહી શબ્દ હતા - 'હે ઈશ્વર તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યા છે.'