Webdunia - Bharat's app for daily news and videos

Install App

Day 1 Happy ganesha chaaturthi- ગણેશ ચતુર્થી પર આ રીતે કરો ગણેશ સ્થાપના

Webdunia
શનિવાર, 15 ઑગસ્ટ 2020 (18:27 IST)
અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ 
સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યો હતો જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
 
આ વર્ષે તારીખ 22.08.2020ના રોજ ગણેશ ચતુર્થી મહોત્સવ છે. બાપ્પાને ધૂમધામથી ઘરમાં વિરાજીત કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે કરશો 
 
ગણેશ સ્થાપના પૂજા.
 
આ દિવસે સવારે આખા ઘરની સાફ-સફાઈ કરી લો. બપોરના સમય સ્નાનાદિથી નિવૃત્ત થયા પછી ઘરની ઉત્તર દિશામાં લાલ કપડું પાથરો. નવા કળશમાં જળ 
 
ભરીને અને તેના મોઢા પર કોરુ કપડુ બાંધીને માટીથી બનેલ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિ પર સિન્દૂર ચઢાવીને ષોડશોપચારથી પૂજન કરો.

 
1. સૌ પ્રથમ દીપ પ્રજ્જવલ્લિત કરો.
2. પાણી ચઢાવીને આચમન કરો.
3. પવિત્રકરણ - મૂર્તિ પર જળ છાંટો.
4. ફૂલોનુ આસન પાથરો
5. સ્વસ્તિવાચાન કરો.
6. પૂજા માટે સંકલ્પ લો.
7. ગણપતિજીનુ ધ્યાન કરો.
8. ગણેશજીનુ આહ્વાન કરો.
9. ચોખા ચઢાવીને પ્રતિષ્ઠાપન કરો.
10. દૂર્વાથી જળ છાંટીને મૂર્તિને સ્નાન કરાવો.
11. વસ્ત્ર અને ઉપવસ્ત્ર ચઢાવો.
12. સિન્દૂર ચઢાવો
13. ફૂલ ચઢાવો.
14. દૂર્વા ચઢાવો
15. સુગંધિત ધૂપ અને દીપના દર્શન કરાવો.
16. મોદકનો ભોગ લગાવો.
17. દક્ષિણા અને શ્રીફળ ચઢાવો.
18. ગણેશજીની આરતી ઉતારો
19. ફૂલોથી પુષ્પાંજલિ અર્પિત કરો.
20. ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરો.
21. પ્રણામ કરીને પૂજા સમર્પિત કરો.
 
શ્રદ્ધા મુજબ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરો. 
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments