Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fifa World Cup 2018 - રૂસના મેદાન પર જોવા મળશે ભારતની આ વસ્તુ, જેના વગર મેચ શક્ય નથી

Webdunia
ગુરુવાર, 14 જૂન 2018 (13:34 IST)
રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન સાઈબર સિટી મતલબ ગુરૂગ્રામની એક વસ્તુ મેદાનમાં જોવા મળશે જેના વગર એક પણ મેચની કલ્પના પણ કરી શકાતી નથી. 
 
ઉલ્લેખનીય છે કે આ વખતે વિશ્વકપમાં ગુરૂગ્રામની ફુટબૉલ પણ મેદાનમાં જોવા મળશે. ફીફાની ગાઈડલાઈનના મુજબ વિશેષ રૂપે ફુટબોલને માન્યતા મળી છે. આ ફુટબોલને વર્લ્ડકપ માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે. જેને અન્ય દેશોની ફુટબોલ સાથે મેદાન પર સજાવાશે. 
14 જૂનથી 15 જુલાઈ સુધી રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 ને લઈને સમગ્ર વિશ્વમાં ધૂમ મચી છે.  ફેડરેશન ઈંટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન (ફીફા) થર્મો સ્ટિચ ફુટબોલ સાથે મુકાબલો કરાવશે. વર્લ્ડ કપ પહેલા જ ફીફા તરફની નિયમ કાયદા પૂરા કરનારી ફુટબૉલ કંપનીઓ પાસેથી વિશેષ ફુટબૉલ મંગાવીને તેમને મેદાનમાં એક ડિસ્પ્લેના રૂપમાં મુકવામાં આવે છે. 
 
ખાસ વાત તો છે કે ફિફાના મેદાન પર સાઈબર સિટીની ફુટબોલ પણ જોવા મળશે. ભારતની એકમાત્ર રમત ઉત્પાદ નિર્માતા કંપની કોસ્કો ઈંડિયા લિમિટેડને આ તક આપવામાં આવી છે. જેને લઈને ગુરૂગ્રામ સ્થિત કંપનીના મુખ્ય પ્લાંટ પર જોરદાર તૈયારી ચાલી રહી છે. કંપનીના પ્રોડક્શન મેનેજર અમિત જૈન મુજબ વર્તમાન સમયમાં થર્મો સ્ટિચ ફુટબૉલને ખેલાડી સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. 
વર્લ્ડ કપમાં થર્મો સ્ટિચ ફુટબોલના આધાર કંપનીને ફીફા તરફથી માન્યતા પ્રાપ્ટ મૉડલ પ્લેટિના ફુટબોલ મેદાનમાં જોવા મળશે.  તેમણે જણાવ્યુ કે 2017માં ભારતમાં થયેલ અંડર 17 ફીફા વર્લ્ડ કપમાં પણ થર્મો સ્ટિચ ફુટબોલથી જ રમવામાં આવ્યુ હતુ. 
 
આ છે ફીફાની ગાઈડલાઈન - ફેડરેશન ઈંટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન (ફીફા)ની ગાઈડલાઈન મુજબ બોલને બાઉંસ ટેસ્ટ, એયર રિટેનસિંગ ટેસ્ટ, શૂટિંગ ટેસ્ટ, સ્ફિરિસિટી (ગોળાઈ) ટેસ્ટ, ભાર ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે. જેમા 68.5થી 69.5 સેંટીમીટર આકાર ઉપરાંત 420થી 445 ગ્રામ વજનની ફુટબોલને ફીફા તરફથી માન્યતા મળે છે. 
મૈસ-રોનાલ્ડો મારશે ટેલસ્ટાર બૉલને કિક - અમિત જૈને જણાવ્યુ કે આ વખતે થમ્રો સ્ટિચ ફુટબોલ ઉપયોગમાં લેવાશે. જેને ટેલસ્ટાર બૉલ નુ નામ આપવામાં આવ્યુ છે. આ ફુટબોલ બ્યૂટાયલ બેલર (એક પ્રકારનુ રબર) પર ફોનની લેયરિંગ સાથે પેસ્ટિંગ આધાર પર પીયૂ બૉલ હોય છે. કિક મારતા આ હવામાં વધુ સ્વિંગ થવાની બદલે સીધી જાય છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments