Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણામાં નવદીપ ફ્લેટમાં રહેતાં શિક્ષિકાને યુવકે ઘરમાં ઘૂસી પતાવી દીધી, હત્યારો ઝડપાયો

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (10:57 IST)
મહેસાણાના મોઢેરા ચોકડી નજીક આવેલા નવદીપ ફ્લેટમાં રહેતાં મહિલા શિક્ષિકા ઉપર તેમની પડોશમાં રહેતા યુવકે બુધવાર રાત્રે અગમ્ય કારણોસર હુમલો કરી લોખંડના વાંદરી પાનાના 2થી વધુ ઘા મારતાં તેમનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર આવી જતાં તેના ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે હથિયાર સાથે હત્યારાને દબોચી લીધો છે.


જોકે, પોલીસે હાલ તપાસના ભાગરૂપે નામ આપવા ઇન્કાર કર્યો હતો.પોલીસ સૂત્રો મુજબ, બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં અને મહેસાણાના નવદીપ ફેટલમાં રહેતાં કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ (45) બુધવારે રાત્રે 8.30 વાગે ઘરમાં હતાં.ત્યારે પડોશમાં રહેતો એક શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને અગમ્ય કારણોસર વાંદરી પાનાથી કલ્પનાબેનના માથામાં એક થી વધુ ઘા મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન મહિલાનો પુત્ર રોનક (21) દૂધ લઈને ઘરે આવતાં તેને પણ માથાના ભાગે 2 થી વધુ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો છે. હત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ હત્યારાને ઝડપી પાડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments