Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crime news- સુરતમાં 12 વર્ષની બાળકી પર જુલમ, ગુપ્તાંગમાં મરચાની ભુકીનું પાણી નાંખી ડામ આપનારી મહિલાઓ ઝડપાઈ

Webdunia
બુધવાર, 10 મે 2023 (14:01 IST)
Surat crime news-સુરતમાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. શહેરમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને અપહરણની ઘટનાથી ભારે ચકચારી મચી ગઈ છે. સરથાણા પોલીસે દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે બે બહેનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે સંગીતા ઉગરેજીયા અને મનીષા ચોવસિયા નામની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. સંગીતાના પતિ ઉમેશે 8 એપ્રિલે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બે બહેનો મનિષા અને સંગીતાએ સગીરાનું અપહરણ કર્યું હતું.  અપહરણ બાદ કિશોરીના ગુપ્તાંગમાં મરચાંની ભૂકીનું પાણી નાખ્યું હતું. ગરમ સળિયા વડે ગુપ્તાંગ અને જાંઘ પર ડામો આપ્યા હતા. આ ઉપરાંત જો પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે, સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી છે. જે સંદર્ભે સરથાણા પોલીસે અગાઉ મધુબેન છનાભાઈ મીઠાભાઈ સોલંકી અને કિરણબેન ઉર્ફે ટીના રસિકભાઈ શાંતિભાઈ વાણોદીયાને ઝડપી પાડી હતી. જ્યારે અન્ય બે મહિલા આરોપી ફરાર થઈ ગઈ હતી. દરમિયાન શહેર એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ફરા૨ બંને મહિલા આરોપી પૈકીની સંગીતાબેન ઉમેશભાઈ વશરામભાઈ ઉગરેજીયા અને મનીષાબેન છનાભાઈ મીઠાભાઈ ચોવસીયાને ઝડપી તેનો કબજો સરથાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

ચહેરા પર દહીં અને ચણાનો લોટ ઘસવાથી ગુલાબી થઈ જશે ગાલ, પોર્સમાંથી નીકળી જશે બધી ગંદકી

Bad Cholesterol અને Diabetes કંટ્રોલ કરવામાં ગોરસ આંબલી છે અમૃત સમાન, જાણો કેવી રીતે કરશો સેવન

સૂતા પહેલા પી લો આ મસાલાનું પાણી, તમારા પેટની ચરબી થઈ જશે ગાયબ, ડાયાબિટીસ પણ કાબૂમાં રહેશે

ચિયા સીડ્સનું સેવન કરવાથી હાડકાં થાય છે મજબૂત, શરીરને મળે છે અનેક લાભ, જાણો કેવી રીતે કરશો સેવન

નસકોરાં બોલાવીને શરીર તમને આપી રહ્યું છે આ જીવલેણ બીમારીઓનાં સિગ્નલ ? જાણો Snoring કોને વધુ આવે છે અને શું છે બચવાના ઉપાય

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

શત્રુધ્ન સિન્હાના ઘરે જલ્દી વાગશે શહેનાઈ, જાણો ક્યારે થઈ રહ્યા છે સોનાક્ષી સિન્હાના લગ્ન

શપથ ગ્રહણ સમારોહમાં ક્વીન બનીને પહોંચી કંગના રનૌત, અભિનેત્રીના ક્લાસી લુકની થઈ રહી છે ચર્ચા

સાંસદ બન્યા પછી કંગના રાનાવતને CISFની મહિલા જવાને મારી થપ્પડ, ચંડીગઢ એયરપોર્ટ પર થયો હંગામો

વરુણ ધવન બન્યા પિતા, નતાશા દલાલે દીકરીને આપ્યો જન્મ

આગળનો લેખ