Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ જેહાદનો વિચિત્ર કિસ્સો: મુસ્લિમ પ્રેમિકાએ હિન્દુ પતિને ખવડાવ્યું ગૌમાંસ, પતિએ કરી આત્મહત્યા

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (12:05 IST)
લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં વિચિત્ર પરંતુ ખૂબ ગંભીર મામલો સામે આવ્યો છે, સુરતના ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકને તેની મુસ્લિમ પ્રેમીકા અને તેનો ભાઇ બળજબરીથી ગૌમાંસ ખવડાવીને ધમકી આપતા હોવાથી યુવકે આત્મહત્યા કરી હતી. 
 
સ્યુસાઇડ નોટના આધારે પોલીસે મુસ્લિમ પ્રેમીકા અને તેના ભાઇની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ઉધના પટેલનગરમાં રહેતા અને બીઆરસી ખાતે ડાંઈગ મીલમાં નોકરી કરતા રોહિત અજીતપ્રતાપ સીંગ એ ગત તા ૨૭ જુનના રોજ બપોરના અઢી વાગ્યે ઘરેમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રોહિતને ઉધના વિસ્તારમાં રહેતી સોનમ અલી નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ સોનમ મુસ્લિમ હોવાથી પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના પાડી હતી અને જો રોહિત સોનમની સાથે લગ્ન કરે તો પરિવાર સાથે સંબંધ તોડી નાંખવા ઠપકો આપ્યો હતો. 
 
આખરે રોહિતે સોનમની સાથે પ્રેમલગ્ન કરીને ઉધના પટેલ નગરમાં ભાડેથી રહેતો હતો. રોહિત છેલ્લા એક વર્ષથી પોતાના પરિવારના સંપર્કમાં ન હતો. દરમિયાન રોહિતના મુળ વતનમાં તેના સંબંધીએ રોહિતની માતાને ફોન કરીને જાણ કરી હતી કે, રોહિતે બે મહિના પહેલા ફેસબુક ઉપર સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે, સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી ગાયમાતાનું માસ ખવડાવીને ધમકી આપી હતી. તેઓના ત્રાસને કારણે રોહિતે આત્મહત્યા કરી હતી અને તેની સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી. આ માહિતીના આધારે રોહિતની માતા વિનાદેવીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી. જે અંગે પોલીસે સોનમ અને તેના ભાઇ અખ્તરની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
 
સોનમનો પહેલાથી જ જાકીર અલી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. રોહિતે જ્યારે સોનમ વિશે પરિવારને વાત કરીને લગ્ન કરવા કહ્યું હતું. થોડા સમય બાદ આ સોનમનો જાકીર અલી નામના યુવક સાથે લગ્ન થયા હોવાનું પણ બહાર આવતા પરિવારે રોહિતને સમજાવ્યો હતો અને લગ્ન નહી કરવા કહ્યું હતું. પરંતુ રોહિત સોનમના પ્રેમમાં પાગલ થયો હતો અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડીને પોતાના પરિવારને પણ તરછોડી દીધું હતું. પરંતુ બાદમાં સોમન અને તેના ભાઇએ ભેગા થઇને રોહિતને એટલો ત્રાસ આપ્યો કે, આખરે રોહિતે ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments